પાકિસ્તાન તેની નાપાક હરકતો બંધ કરવાનું નામ નથી લેતુ. વારંવાર તે ભારતીય સીમામાં ઘૂષણ ખોરીનો પ્રયાસ કરતુ રહે છે. કચ્છના બોર્ડ વિસ્તારમાંથી વારંવાર પાકિસ્તાનીઓની ઘૂષણખોરીના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વાર કચ્છના ક્રિક વિસ્તારમાંથી BSFએ પાકિસ્તાની બોટ ઝડપી છે. બોર્ડર પરથી પાકિસ્તાની બોટ ઝડપી લેવામાં આવી છે. જો કે બોટમાં સવાર પાકિસ્તાની નાસી છૂટ્યા છે. બોટમાંથી પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
આ પણ વાંચો-Breaking News : કચ્છના ક્રિક વિસ્તારમાંથી BSFએ પાકિસ્તાની બોટ પકડી, બોટમાં સવાર પાકિસ્તાની ફરાર
BSFના DG દ્વારા તાજેતરમાં જ કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. તેના એક દિવસ બાદ જ સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ પકડાઇ છે. ત્યારે BSF દ્વારા હાલ બોટની સઘન તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પ્રાથમિક તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુ સામે આવી નથી. પરંતુ હાલ BSFએ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરુ કરી દીધુ છે અને બોટમાંથી ફરાર લોકો ક્યાંય છુપાયા છે કે નહીં તે અંગે શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે બે દિવસ પહેલા બનાસકાંઠામાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી પણ પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હતો. આ ઘૂષણખોર નડાબેટ નજીકની આંતરાષ્ટ્રીય સીમા ઓળંગવાનો પ્રયત્ન કરતો હતો. BSFના જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લીધો હતો. આ ઘૂષણખોર તારની વાડ કૂદીને ભારતમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતો હતો. દયારામ નામના પાકિસ્તાનીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
BSF જવાનોએ મંગળવારે એક પાકિસ્તાની નાગરિકને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોયો હતો. બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર આઉટ પોસ્ટ (બીઓપી) નાડેશ્વરી પાસેના ગેટ પરથી તે નીચે ઉતરી રહ્યો હતો. તે સમયે જ તેને પકડી લીધો હતો એમ બીએસએફે જણાવ્યું હતું.
BSF ગુજરાત ફ્રન્ટિયરે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના નગરપારકરના રહેવાસી દયારામ તરીકે ઓળખાયેલ આ વ્યક્તિ, વાડની ભારતીય બાજુમાં પ્રવેશવા માટે તેના પર ચઢીને વાડના દરવાજા પર વાટાઘાટો કરતો જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના બીઓપી નડેશ્વરી પાસેના ગેટ પરથી નીચે ઉતરતાની સાથે જ તેને તરત જ પકડી લેવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 1:27 pm, Fri, 7 April 23