સુરતમાં વધુ એક વૃદ્ધનું કોરોનાથી મોત થયુ છે. જે પછી વૃદ્ધના પરિવારના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. નાનપુરા વિસ્તારમાં આ વૃદ્ધ રહેતા હતા. જે પછી સુરતનો આ વર્ષનો મૃત્યુ આંક બે પર પહોંચ્યો છે. સુરતમાં નવા 37 કેસ પોઝિટિવ આવ્યા છે. જે પછી તંત્ર દોડતું થયુ છે. રેપીડ ટેસ્ટ વધારવામાં આવ્યા છે. પરિવારના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
આ પણ વાંચો –Gujarati Video: આજથી એક્સપ્રેસ-વે પરની મુસાફરી પણ થઇ મોંઘી, લાઈટ કોમર્શિયલ વ્હીકલના ટોલમાં રૂ.10નો વધારો
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં રોકેટ ગતિએ ઉછાળો થઇ રહ્યો છે. આજે સુરતમાં કોરોનાથી વધુ એક મોત થયુ છે. આ પહેલા 10 માર્ચના રોજ સુરતના કાપોદ્રાની 60 વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. 2023નું કોરોનાથી થયેલું આ પ્રથમ મોત હતુ. સુરતના વરાછા ઝોન એમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા 60 વર્ષિય વૃદ્ધાનું કોરોનાથી મોત થયુ હતુ. ત્યારે હવે સુરતમાં ફરી એક વૃદ્ધનું કોરોનાથી મોત થયુ છે.
બીજી તરફ કોરોના કેસ વધતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. માર્ચમાં શરૂઆતમાં ડબલ ડિઝિટ બાદ હવે અઠવાડિયાથી 300થી 400 કેસ સામે આવે છે. જેના પગલે આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ, ટ્રેકિંગ ટ્રીટમેન્ટ પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં રોજ 20 થી 25 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.
રામ નવમીની જાહેર રજાના દિવસે પણ 19 હજાર લોકોના ટેસ્ટ કરાયા હતા. અમદાવાદ અને સુરત એરપોર્ટ પર ત્રણ મહિનામાં 1200 ફ્લાઈટમાં 2 લાખ મુસાફર વિદેશથી આવ્યા હતા. જે પૈકી 4700 લોકોનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુ. તો 32 લોકો કોરોના સંક્રમિત મળ્યાં છે. જેમના નમૂના જીનોમ સિકવન્સિંગ માટે મોકલાયા છે. ગુજરાતમાં સામે આવતા મોટાભાગના કોરોના કેસમાં લક્ષણો સામાન્ય હોવાથી દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા છે.
ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. કોરોનાના લક્ષણો સામાન્ય બની ગયા છે. લોકો કોરોનાથી ડરે નહીં પરંતુ સાવચેતી રાખે તેવી આરોગ્ય પ્રધાને અપીલ કરી હતી.ટેસ્ટીંગ વધારવા માટે પણ સૂચના આપી દીધી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:47 pm, Sat, 1 April 23