Breaking News : રાજકોટના નવા મેયર બન્યા નયના પેઢડિયા, ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી

|

Sep 12, 2023 | 11:24 AM

રાજકોટમાં નવા મેયરના નામની જાહેરાત થઇ ચુકી છે. રાજકોટના નવા મેયર નયના પેઢડિયા બન્યા છે. ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની પસંદગી કરવામાં આવી છે.

Breaking News : રાજકોટના નવા મેયર બન્યા નયના પેઢડિયા, ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી

Follow us on

Rajkot : રાજકોટમાં નવા મેયરના (Mayor) નામની જાહેરાત થઇ ચુકી છે. રાજકોટના નવા મેયર નયના પેઢડિયા બન્યા છે. ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની પસંદગી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવના નામની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો-Breaking News : સુરત શહેરનું સુકાન દક્ષેશ માવાણીના હાથમાં, ડેપ્યુટી મેયરના પદે નરેશ પાટીલ

સૌરાષ્ટ્રની રાજનીતિના એપિ સેન્ટર ગણાતા રાજકોટના નવા મેયરની આજે જાહેરાત કરવામાં આવી છે.  રાજકોટનું મેયર પર મહિલા માટે અનામત છે. ત્યારે  મેયર પદ માટે નયના પેઢડિયાના નામની પસંદગી કરવામાં આવી છે. મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ નૈનાબેન પેઢડીયા ભાજપમાં ખૂબ જ સક્રિય રહેલા છે. પહેલાથી જ  નયના પેઢડિયાનું નામ નિશ્ચિત માનવામાં આવતુ હતુ અને હવે મેયર તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ભાજપના મોવડી મંડળ દ્વારા રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાષક પક્ષના નેતા પસંદગીમાં લોકસભા ચૂંટણીના સમીકરણો ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને આ નામોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં આગળ વધશે તેવો દાવો રાજકોટના મેયર નયના પેઢડિયા દ્વારા કરવામાં આવ્યો છે.

1 સપ્ટેમ્બરે સેન્સ પ્રક્રિયા લેવાઇ હતી

રાજકોટ પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનની ટર્મ પૂર્ણ થતાં  1 સપ્ટેમ્બરે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ  હતી. રાજકોટ પ્રદેશના નેતાઓ જયંતિ કવાડિયા, આદ્યશક્તિબેન મજમુદાર અને બ્રિજરાજસિંહ દ્વારા કાઉન્સિલરો અને પદાધિકારીઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રદેશ નેતાઓ દ્વારા નામોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતુ. જે યાદીને ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રજૂ કરવામાં આવી હતી.  જે પછી આજે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી છે.

 

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:30 am, Tue, 12 September 23

Next Article