હવે તમે વડોદરાથી મુંબઈ 4 કલાકમાં પહોંચી જશો, 157 કિમી લાંબો એક્સપ્રેસ વે આ દિવસે ખુલ્લો મૂકવામાં આવશે

Mumbai–Vadodara Expressway : મુંબઈ અને વડોદરા વચ્ચે 157 કિલોમીટર લાંબો એક્સપ્રેસવેનું સેક્શન આગામી 2 મહિનામાં પૂર્ણ થવાની આશા છે. આનાથી બંને શહેરો વચ્ચે ટ્રાવેલ ટાઈમ માત્ર 4 કલાકનો થશે.

હવે તમે વડોદરાથી મુંબઈ 4 કલાકમાં પહોંચી જશો, 157 કિમી લાંબો એક્સપ્રેસ વે આ દિવસે ખુલ્લો મૂકવામાં આવશે
| Updated on: Jun 30, 2026 | 2:21 PM

31 ઓગસ્ટ 2026 સુધીમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો મુંબઈ-વડોદરા સેક્શન ખુલવાની આશા છે. જેમાં મુંબઈ અને વડોદરા વચ્ચેની આ સફર ખુબ સરળ રહેશે. મહારાષ્ટ્રના સીએ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ નવા કોરિડોરથી મુસાફરીનો સમય અંદાજે 8 કલાકથી ઓછો થઈ 4 કલાકની આસપાસ રહેશે. જેનાથી કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સને પ્રોત્સાહન મળશે.

કેટલા કરોડનો ખર્ચો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી મોટો ઈન્ફ્રસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંથી એક છે. અંદાજે 1,400 કિલોમીટર લાંબો આ 8 લેનનો એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીનફીલ્ડ હાઈવે દિલ્હીને હરિયણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ , ગુજરાત અને મહારાષ્ટ્રથી થઈ મુંબઈ સાથે જોડાશે. આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારે અંદાજે 1 લાખ કરોડ રુપિયાના ખર્ચે વિકસાવી રહી છે.એકવાર આ કાર્યરત થઈ જશે, પછી મધ્યપ્રદેશથી મુંબઈ સુધી એક હાઇ-સ્પીડ રોડ નેટવર્ક સ્થાપિત થશે, જેનાથી વેપાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોને ઘણો ફાયદો થશે.

આ એક્સપ્રેસ વે 6 રાજ્યોને જોડે

આ એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડે છે. મધ્યપ્રદેશમાં, એક્સપ્રેસ વે આશરે 244 કિલોમીટર લાંબો છે, જે મંદસૌર, રતલામ અને ઝાબુઆ જિલ્લાઓમાંથી પસાર થાય છે.

સીએમ ફડણવીસે આપ્યા નિર્દેશ

એક રિવ્યુ વિઝિટ દરમિયાન મુખ્યમંત્રીએ અધિકારીઓને બાંધકામની ગુણવત્તા જાળવવા અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. તેમણે ભાર મૂક્યો કે એક્સપ્રેસવે જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (JNPA) માટે સીધો અને કાર્યક્ષમ જોડાણ બનાવશે, જેનાથી ઉત્તર ભારતથી માલ ઝડપથી અને ઓછા પરિવહન ખર્ચે બંદર સુધી પહોંચી શકશે. વડોદરા-મુંબઈ કોરિડોરનો મહારાષ્ટ્ર વિભાગ આશરે 157 કિલોમીટર લાંબો છે અને તેમાં 24,000 કરોડનું રોકાણ થવાનો અંદાજ છે. સાત બાંધકામ પેકેજોમાંથી પાંચ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે બાકીના બે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની આશા છે.

દેશના સૌથી મોટા રોડ પ્રોજેક્ટ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે દ્વારા મધ્યપ્રદેશને એક મોટી ભેટ મળવાની તૈયારી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-મુંબઈ કોરિડોરનો 157 કિમીનો ભાગ આવતા મહિને, 31 ઓગસ્ટ,2026 ના રોજ ખુલવાની આશા છે.

 

મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. અહી ક્લિક કરો

Published On - 2:20 pm, Tue, 30 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.