Breaking News : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસ, જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સોમવારે સુનાવણી

|

Jul 23, 2023 | 7:48 PM

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરાશે.

Breaking News : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસ, જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સોમવારે સુનાવણી
Morbi Bridge Tragedy Jaysukh Patel

Follow us on

Morbi : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરાશે.

મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ કરાઈ

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે મોરબી બ્રિજ દુર્ઘટના કેસ મુદ્દે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે જણાવ્યુ હતુ કે આ કેસને હાલ પુરતુ પૂર્ણ વિરામ આપવુ જોઈએ. મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ કરાઈ હોવાનું તેમણે જણાવ્યુ હતુ. મોરબી કેબલ બ્રિજની નિર્માતા કંપનીએ અગાઉ વળતરની રકમ જમા કરાવી હતી અને બાકીની બેલેન્સ એમાઉન્ટ 14.62 કરોડ રૂપિયા આજે જમા કરાવી છે. બ્રિજ બનાવનાર કંપની ઓરેવા ગૃપે વચગાળાના વળતર માટે 14.62 કરોડ રૂપિયા જમા કર્યા છે.

135 લોકોના મોત થયા હતા

ઓરેવા ગૃપે પણ ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યુ હતુ કે ફેબ્રુઆરીમાં હાઈકોર્ટે કરેલા આદેશ મુજબ બ્રિજ દુર્ઘટનાના પીડિતોને વચગાળાના વળતર તરીકે 14.62 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. બ્રિજ બનાવનાર કંપની ઓરેવા ગૃપે આ રકમ બેલેન્સ એમાઉન્ટ, વચગાળાના વળતર પેટે જમા કર્યા છે. ગત વર્ષે 30 ઓક્ટોબર મોરબીમાાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

કંપનીએ કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચને જાણ કરી હતી કે તેમણે પીડિતોને વચગાળાની રાહત તરીકે ચુકવવા માટે 14.62 કરોડની સમગ્ર રકમ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળમાં જમા કરી છે. જેમાં વળતરની સમાન રકમ બે હપ્તામાં જમા કરવામાં આવી હતી.

Published On - 7:34 pm, Sun, 23 July 23