
ગુજરાતની ધરતી હવે મેઘરાજાના આગમન માટે તૈયાર છે! છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી 3થી 4 ઇંચ વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું છે. તો થોડા જ કલાકોમાં ફરીથી મેઘરાજા ગુજરાતના ઘણા વિસ્તારોની વરસાદથી તળબતોર કરી નાખશે. હવામાન વિભાગે આગામી 3 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આગામી થોડા કલાત વરસાદ કેટલાક જિલ્લાઓને ધમરોળશે. કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે જ રાજકોટ અને અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. અહી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. વલસાડ, સુરત, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
આ ઉપરાંત હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, આગામી બે દિવસમાં ગુજરાતના 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકશે. અમરેલી, ભાવનગર, નવસારી, અને વલસાડમાં અતિભારે વરસાદનું યલો એલર્ટ જાહેર થયું છે, જ્યારે રાજકોટ, જૂનાગઢ, અને ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે.
Published On - 1:29 pm, Mon, 16 June 25