Rain Breaking : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Rain : વેરાવળમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દેવકા નદીનું પાણી શહેરમાં ઘૂસતા લોકો આખી રાત જાગ્યા, જુઓ Video
સૌરાષ્ટ્ર, ગુજરાત રિજયન સહિત રાજ્યમાં છુટોછવાયો ભારે વરસાદ ખાબકી શકે છે. તો આ તરફ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ આણંદ, અમદાવાદ, ખેડામાં ભારે વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં ભારે અને અમદાવાદ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સ્પેસ ટ્રફ ગુજરાત તરફથી જતું હોવાથી અને અન્ય એક સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ભારે વરસાદની આગાહીના પગલે 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષણિ ગુજરાતમાં 4 કલાકમાં વરસ્યો તોફાની વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર મંગળવારથી જ વરસાદ (Rain) વરસી રહ્યો છે. જો કે આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યો છે. તેમજ જૂનાગઢના (Junagadh) માંગરોળમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યુ છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમા ચાર કલાકમાં જ 9 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. તો જૂનાગઢના માળીયાહાટીનામાં પણ 6 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 1:29 pm, Wed, 19 July 23