ધારાસભ્ય હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા તોફાનો, હિંસા અને આગચંપીના કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપના નેતા હાર્દિક પટેલને નિયમિત જામીન મંજૂર કર્યા છે. હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત મળી ચૂકી છે.
પાટીદારો માટે અનામતની માંગણીને લઈને પાટીદાર આંદોલન દરમિયાન ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020 માં હાર્દિક પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું, જે તે સમયે હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા. 2015માં હાર્દિક પટેલે આ જ કેસમાં તેમને આગોતરા જામીન નામંજૂર કરવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
મહત્વનું છે કે, હાર્દિક પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી અદાલતે દોષિત ઠેરવ્યો હતો અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે હાર્દિક પટેલે આ સજા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક પટેલે તેમની સજાને સ્થગિત કરવા માટે અરજી કરી હતી. જો કે હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા હાર્દિકે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
જો કે તે સમયે સુપ્રીમ કોર્ટે આ અરજી તરત જ સાંભળવાનો ઈન્કાર કર્યો હતો.. હાર્દિકની અપીલ હતી કે તેની સજા પાછી ખેંચવામાં આવે. જેથી તે 2019ની ચૂંટણી લડી શકે. જે પછી સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજનીની અપીલો પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દીક પટેલની સજા પર રોક લગાવી લીધી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 12:18 pm, Fri, 28 April 23