Banaskantha Breaking News : અંબાજી મંદિરના પ્રસાદના ઘીમાં ભેળસેળ બાદ તંત્ર સફાળુ જાગ્યુ, અમદાવાદમાં હેલ્થ વિભાગના મોટાપાયે દરોડા

રાજ્યમાં અવારનવાર હેલ્થ વિભાગના દરોડા પડતા હોય છે. ત્યારે અંબાજી મંદિરના પ્રસાદના ઘીમાં ભેળસેળ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. અમદાવાદમાં હેલ્થ વિભાગના મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના કાલુપુર અને માધુપુરામાં ઘીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે.

Banaskantha Breaking News : અંબાજી મંદિરના પ્રસાદના ઘીમાં ભેળસેળ બાદ તંત્ર સફાળુ જાગ્યુ, અમદાવાદમાં હેલ્થ વિભાગના મોટાપાયે દરોડા
Ahmedabad
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:31 PM

Health department raid : રાજ્યમાં અવારનવાર હેલ્થ વિભાગના દરોડા પડતા હોય છે. ત્યારે અંબાજી મંદિરના પ્રસાદના ઘીમાં ભેળસેળ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. અમદાવાદમાં હેલ્થ વિભાગના મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના કાલુપુર અને માધુપુરામાં ઘીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad: કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ વિવાદને લઇને DEO ઓફિસના અધિકારીઓની તપાસ, આચાર્યની થશે પૂછપરછ, જુઓ Video

તો થોડા સમય અગાઉ બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના ફેલ થયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 28 ઓગસ્ટે લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે. જેનો 15 સપ્ટેમ્બરે આવેલા રિપોર્ટમાં ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળવાળા ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

અંબાજીમાં કાર્યવાહી બાદ અમદાવાદમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. મોહિની કેટરર્સ અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ઘી ખરીદવામાં આવ્યુ હતું. પોલીસ દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના માધુપુરામાં આવેલી નીલકંઠ ટ્રેડર્સની દુકાન અને ગોડાઉનને AMCના આરોગ્ય વિભાગની ટીમે તાળા લગાવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ નીલકંઠ ટ્રેડર્સ અને તેના ગોડાઉન પર હાથ ધરેલી તપાસમાં દુકાન માલિક અને કર્મચારીઓએ સહયોગ આપ્યો ન હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 1:31 pm, Wed, 4 October 23