ખડગેએ જણાવ્યું કે, “મને હંમેશા ગુજરાતના લોકો માટે સૌથી વધુ આદર રહ્યો છે અને હંમેશા રહેશે. તેમની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નહોતો.” તેમણે વધુમાં ઉમેર્યું કે તેમના ભાષણમાંથી કેટલીક વાતોને જાણી જોઈને ગેરઅર્થમાં રજૂ કરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી.
ખડગેના નિવેદનથી વકર્યો હતો વિવાદ
આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસ પર તીવ્ર પ્રહાર કર્યા હતા. ભાજપના નેતા રવિશંકર પ્રસાદ એ પ્રશ્ન ઉઠાવ્યો કે શું રાહુલ ગાંધી ખડગેના નિવેદન સાથે સહમત છે કે નહીં. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી પાસે રાજકીય સમજ હોય તો તેમને આ પ્રકારની ટિપ્પણીઓથી દૂર રહેવું જોઈએ અને જાહેરમાં તેની નિંદા કરવી જોઈએ.
“શું રાહુલ આ નિવેદન સાથે સંમત છે?”
રવિશંકર પ્રસાદે ખડગેના પદની મહત્તા પર પણ ભાર મૂકતા જણાવ્યું કે આ પદ પર અગાઉ જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓ રહી ચૂક્યા છે. આવા ઉચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ દ્વારા આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો યોગ્ય નથી અને તે નિંદનીય છે.
વિવાદ વધતા ખડગેએ અંતે માફી માંગીને પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં, આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ટકરાવ તેજ બન્યો છે. ગુજરાતના લોકો વિશેની ટિપ્પણીને લઈને ભાવનાત્મક અને રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેનાથી આવનારા સમયમાં રાજકીય ચર્ચા વધુ ગરમ બનવાની શક્યતા છે.
આ પણ વાંચો- Breaking News : ઢોસાનું ખીરું બન્યું મોતનું કારણ? બાળકીના કપડાં, બેડશીટ, વાસણ અને અન્ય નમૂના લેવામાં આવ્યા, જુઓ વીડિયો