Breaking News: Junagadh: મજેવડી ગેઈટ બહાર ડિમોલિશન મામલે થયેલી મારામારીમાં પોલીસે 31 શખ્સો નામે નામજોગ નોંધી ફરિયાદ, 500થી વધુ લોકોના ટોળા સામે રાયોટીંગની ફરિયાદ

|

Jun 17, 2023 | 5:33 PM

Junagadh: મજેવડી ગેઈટ બહાર દરગાહના ડિમોલિશનને થયેલી બબાલ મામલે પોલીસ એક્શનમાં આવી છે. એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં 31 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. 500થી વધુ લોકોના ટોળા સામે રાયોટીંગની ફરિયાદ નોંધવામાં આવી છે

Breaking News: Junagadh: મજેવડી ગેઈટ બહાર ડિમોલિશન મામલે થયેલી મારામારીમાં પોલીસે 31 શખ્સો નામે નામજોગ નોંધી ફરિયાદ, 500થી વધુ લોકોના ટોળા સામે રાયોટીંગની ફરિયાદ

Follow us on

Junagadh: મજેવડીમાં ગત રાત્રે દરગાહના ડિમોલિશનની નોટિસ આપવા મામલે કેટલાક અસામાજિક તત્વોએ મજેવડી પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી. જેમા વાહનોના કાચ તોડ્યા અને પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા હતા. ટોળાએ કરેલા પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીને પણ ઈજા પહોંચી હતી. જેમા DySp પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર મામલે પોલીસે 312 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. જેમા 500 થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગની ફરિયાદ નોંધવામાં આવી છે.

ટોળાએ કરેલા પથ્થરમારા દરમિયાન એક રાહદારી પથ્થર વાગવાથી મોત

પોલીસે 302, 307, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા સહિત રાયોટિંગ અને પોલીસ ફરજમાં રૂકાવટ સહિતની IPCની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. 500થી વધુ લોકોના ટોળા સામે રાયોટીંગની ફરિયાદ નોંધવામાં આવી છે. ટોળાએ કરેલી મારામારીમાં ઈજાગ્રસ્ત PSI ફરિયાદી બન્યા છે અને મારામારી તેમજ તોડફોડ કરનારા તમામ લોકો સામે મજેવડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ટોળાએ કરેલા બેફામ પથ્થરમારામાં એક રાહદારીને પથ્થર વાગવાથી તેનુ મોત થયુ છે. પોલીસે 170થી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા છે. હાલ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો Junagadh : પોલીસ સાથેની ઘર્ષણની ઘટનામાં પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

કુલ 8 ધાર્મિક જગ્યાને અપાઈ હતી નોટિસ- ટાઉન પ્લાનિંગ ઓફિસર

આપને જણાવી દઈએ દરગાહના ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ બાદ થયેલી હિંસા અંગે કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસરે જણાવ્યુ છે કે નોટિસ માત્ર આધાર પુરાવા માટે જ આપી હતી. કુલ 8 ધાર્મિક જગ્યાને નોટિસ અપાઈ હતી. પાલિકાની જગ્યા પર ગેરકાયદે દબાણ અંગે આધાર પુરાવા રજૂ કરવા નોટિસ અપાઈ હતી. દબાણ હટાવવાનો કોઈ નિર્ણય હજી નથી લેવાયો. સાથે જ જણાવ્યુ છે કે જે નડતરરૂપ મંદિરો અને દરગાહો છે તેને જ નોટિસ અપાઈ છે.

શું મજેવડી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો એ પૂર્વ આયોજિત ષડયંત્ર હતુ ?

જો કે ગઈકાલે રાત્રે મજેવડી પોલીસ સ્ટેશન પર ટોળા દ્વારા થયેલો પથ્થરમારાને લઈને એક સવાલ થયા વિના ન રહે કે શું આ પૂર્વ આયોજિત ષડયંત્ર હતુ કે કેમ. 14 જૂને કોર્પોરેશને નોટિસ આપતા લઘુમતી સમાજના લોકો ઉશ્કેરાયા હતા. 16 જૂને શુક્રવાર સાંજથી જ મજેવડી ચોકડી પાસે લોકો એક્ઠા થવા લાગ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ રાત્રે મજેવડી પોલીસ ચોકી પર હુમલો કર્યો. 400 લોકોના ટોળાએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. પોલીસ વાહનો અને એસટી બસમાં તોડફોડ કરી. બેકાબૂ ટોળાએ પોલીસકર્મીઓ પર મોટી સંખ્યામાં પથ્થરમારો કર્યો. ત્યારે જો આ ઘટના પૂર્વ આયોજિત ન હતી તો આટલી મોટા જથ્થામાં પથ્થરો ક્યાંથી આવ્યા ? પોલીસે પરિસ્થિતિ પર કાબુ કરવા લાઠીચાર્જ કર્યો. ટોળાને વિખેરવા પોલીસે ટિયરગેસના શેલ પણ છોડ્યા. ટોળુ એટલી હદે હિંસક બન્યુ કે પોલીસકર્મીઓ, ડ્રાઈવર અને કંડક્ટર સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. હિંસામાં એક વ્યક્તિનું પથ્થર વાગતા મોત થયુ હતુ.

જુનાગઢ જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:41 pm, Sat, 17 June 23

Next Article