Breaking News : જામનગરમાં MLA રિવાબા જાડેજા અને મેયર વચ્ચે થઇ રકઝક, MP પૂનમ માડમ વચ્ચે પડતા તેમણે પણ રોષનો સામનો કરવો પડ્યો

|

Aug 17, 2023 | 12:36 PM

કઈ બાબતે શાબ્દિક ટપાટપી થઈ તે સામે આવ્યુ નથી. જો કે આ મામલામાં સાંસદ પૂનમબેનએ દરમિયાનગીરી કરતા રિવાબાએ સાંસદ પૂનમબેન પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

Breaking News : જામનગરમાં MLA રિવાબા જાડેજા અને મેયર વચ્ચે થઇ રકઝક, MP પૂનમ માડમ વચ્ચે પડતા તેમણે પણ રોષનો સામનો કરવો પડ્યો

Follow us on

Jamnagar : જામનગરમાં મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં MLA રિવાબા જાડેજા (MLA Rivaba Jadeja) અને મેયર બીનાબેન (Mayor Binaben) વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યુ છે. કોઇ બાબતમાં MLA રિવાબા અને મેયર બીનાબેન વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. જો કે કઈ બાબતે શાબ્દિક ટપાટપી થઈ તે સામે આવ્યુ નથી. જો કે આ મામલામાં સાંસદ પૂનમબેનએ દરમિયાનગીરી કરતા રિવાબાએ સાંસદ પૂનમબેન પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો- Jamnagar Video: જી જી હોસ્પિટલમાં રેગિંગની ઘટના ! ડૉ. પ્રતિક પરમાર સામે એક વિદ્યાર્થીએ કરી ફરિયાદ

રિવાબાના રોષનો વીડિયો વાયરલ

આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, પરંતુ જામનગરથી એક એવા દ્રશ્યો સામે આવ્યા જે જોઇને આંતરિક વિખવાદની ગંધ આવી ગઇ. જામનગરમાં મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં ભાજપના જ બે મહિલા વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યુ છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મેયરના શબ્દો સાંભળી શકાય છે કે ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ. તો બીજી તરફ MLA રિવાબાના શબ્દો પણ સાંભળી શકાય છે કે અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

હોદ્દાને લઇને કોઇ વાતમાં થઇ રકઝક

આ વીડિયોના શબ્દો પરથી સમજી શકાય છે કે મેયર પોતાના હોદ્દાને લઇને વાત કરી રહ્યા હતા. એટલે કે હોદ્દાને લઇને બંને વચ્ચે કોઇ બાબતે રકઝક થઇ હતી.આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ સહિત અનેક લોકો હાજર હતા. જેમણે આ બંને મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ પૂનમ માડમે પણ બંનેની રકઝકમાં દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે પણ રિવાબા જાડેજાના રોષનો સામનો કરવો પડ્યો હતો. તેમણે સાંસદ પૂનમ માડમને ચોપડી દીધું કે, તમે જ આગ લગાડી છે.

બન્ને મહિલા નેતાઓના હાવભાવથી સમજી શકાય છે કે, આ મુદ્દો કોઇ આજકાલનો નથી, પરંતુ આજે આ વિવાદ પરાષ્ટાએ પહોંચી ગયો છે. તો હવે આ મામલે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલનું પણ નિવેદન આવ્યુ છે. તેમણે કહ્યુ કે, સમગ્ર મામલાની માહિતી લેવામાં આવશે અને તે માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:10 pm, Thu, 17 August 23

Next Article