Jamnagar Breaking News : જામનગરમા અંધશ્રદ્ધામાં ભાઈ બહેને ભેગા મળી નાની બહેનની કરી હત્યા

Jamnagar Breaking News : અંધશ્રદ્ધામાં મોટા ભાઈ અને મોટી સગીર બહેનએ પોતાની જ નાની બહેનની હત્યા કરી હોવાની સનસનાટી ભરેલી ઘટના સામે આવી છે. ધ્રોલના હજામચોરા ગામે 15 વર્ષીય બહેનની હત્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં પ્રાથમિક રીતે મળતી માહિતિ પ્રમાણે બંને બહેનો સમયાંતરે ધુણતી હતી જો કે નાની બહેન ધુણે છે તે આપણા ઘર માટે સારુ નહી તેવું મોટા ભાઈને સમજાવી બંને એ ભેગા મળીને હત્યા કરી હતી.

Jamnagar Breaking News : જામનગરમા અંધશ્રદ્ધામાં ભાઈ બહેને ભેગા મળી નાની બહેનની કરી હત્યા
Jamnagar
| Edited By: | Updated on: Oct 19, 2023 | 8:41 AM

Jamnagar : અંધશ્રદ્ધામાં મોટા ભાઈ અને મોટી સગીર બહેનએ પોતાની જ નાની બહેનની હત્યા કરી હોવાની સનસનાટી ભરેલી ઘટના સામે આવી છે. ધ્રોલના હજામચોરા ગામે 15 વર્ષીય બહેનની હત્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં પ્રાથમિક રીતે મળતી માહિતિ પ્રમાણે બંને બહેનો સમયાંતરે ધુણતી હતી જો કે નાની બહેન ધુણે છે તે આપણા ઘર માટે સારુ નહી તેવું મોટા ભાઈને સમજાવી બંને એ ભેગા મળીને હત્યા કરી હતી.

આ પણ વાંચો : Jamanagar: કાલાવડનો બાલાભંડી ડેમ ઓવરફલો, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, જુઓ Video

મુળ દાહોદના એવા ભાઈ બહેન ખેતમજુરી માટે આવ્યા હતા. ભાઈ – બહેને નાની બહેન પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. મૃતક 15 વર્ષીય શારદાને ઓરડીમાં નિર્વસ્ત્ર કરી સુવડાવીને મોટા ભાઈ અને બહેને હત્યા કરી હતી. ત્યારબાદ બંન્ન ભાઈ બહેન ધુણવા લાગ્યા હોવાનો દાવો આરોપીઓ દ્વારા કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ ઘર માલિકે ઘટના અંગે તરત જ ધ્રોલ પોલીસને જાણ કરી હતી. જેના પગલે મોટા ભાઈ રાકેશ છગનભાઈ તડવીની પોલીસે અટકાયત કરી છે.જ્યારે આરોપી બહેન સગીર વયની હોવાથી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાઈ છે.

આ અગાઉ રાજકોટમાં ભૂવાએ પડાવ્યા હતા લાખો રુપિયા

બીજી તરફ રાજકોટમાં અંધશ્રદ્ધામાં વધુ એક યુવકે લાખો રૂપિયા ગુમાવ્યાનો વારો આવ્યો હતો. અંધશ્રદ્ધાનો ભોગ બનનાર યુવકે અરૂણ સાપરિયા ઉર્ફે ગુરજી ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.પિડીત યુવકનો આક્ષેપ છે કે પારિવારિક મુશ્કેલી હોવાથી અરૂણ સાપરિયા ઉર્ફે ગુરજી સાથે સંપર્ક થયો હતો. દરમિયાન કામ અઘરું હોવાનું કહી ભુવાએ અન્ય વિધિ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં ભુવાએ વિધિમાં દારૂની બોટલ, મટન અને કુંવારી છોકરીની માગ કરી હતી. આ સાથે જ ભૂવાએ આઠ લાખ રૂપિયા પડાવ્યા હતા.રૂપિયા આપ્યાં છતાં કોઇ કામ ન થતાં પીડિતને ગામમાં ભુવા અંગે તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન ભુવો ઠગ હોવાનું જાણવા મળ્યું હતું.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:14 am, Thu, 19 October 23