Breaking News : ગુજરાત સરકાર દ્વારા લઘુતમ વેતનમાં કરાયો વધારો, અલગ અલગ 46 વ્યવસાયના માસિક વેતનમાં વધારો

|

Mar 20, 2023 | 2:16 PM

ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે (Balvant Singh Rajput) આ અંગેની જાહેરાત કરી છે. માસિક વેતનમાં 2,436 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Breaking News : ગુજરાત સરકાર દ્વારા લઘુતમ વેતનમાં કરાયો વધારો, અલગ અલગ 46 વ્યવસાયના માસિક વેતનમાં વધારો

Follow us on

ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા લઘુતમ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. અલગ અલગ 46 વ્યવસાયના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે આ અંગેની જાહેરાત કરી છે. માસિક વેતનમાં 2,436 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

લઘુતમ વેતનમાં 2,436 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાની જાહેરાત

ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત દ્વારા લઘુતમ વેતનમાં 2,436 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.
કોર્પોરેશન, નગરપાલિકા તથા સ્થાનિક સત્તા મંડળ હેઠળ માસિક વેતન 9,887થી વધારી 12,324 કરાયું છે. અર્ધકુશળ શ્રમિકનું માસિક વેતન 9 હજાર 653 રૂપિયાથી વધારી 11 હજાર 986 કરાયું છે. બિનકુશળ શ્રમિકનું વેતન 9 હજાર 445થી વધારીને 11 હજાર 752 કરવામાં આવ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ગુજરાત સરકારે 8 વર્ષ બાદ રાજયમાં લઘુતમ વેતનમાં વધારો કર્યો છે. આ પહેલા કુશળ-બિનકુશળ કામદારોનાં વેતનમાં વધારા માટે મુસદો તૈયાર કરી લેવામાં આવ્યો હતો અને હવે સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત સફાઈ જેવી કામગીરી સાથે સંકળાયેલા કામદારો માટે પણ અલગ ન્યુનતમ વેતન નકકી કરવામાં આવ્યું છે. અમદાવાદ-રાજકોટ સહિત આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન ધરાવતા શહેરોમાં ન્યુનતમ દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યુ છે.

લઘુત્તમ વેતન માટે ગુજરાતને બે ઝોનમાં વિભાજીત કર્યુ

રાજય સરકારે લઘુતમ વેતન માટે ગુજરાતને બે ઝોનમાં વિભાજીત કર્યું છે ઝોન-1 માં તમામ કોર્પોરેશન શહેરોને આવરી લેવામાં આવ્યા છે.જયારે ઝોન-2 માં રાજયના અન્ય તમામ ભાગો સામેલ કરવામાં આવ્યા છે. કુશળ-સેમીકુશળ તથા બિનકુશળ એમ ત્રણ ભાગોમાં કામદારોનાં વેતન નકકી કરવામાં આવ્યા છે.આજ રીતે ઔદ્યોગીક ઝોનને પણ ગણતરીમાં લઈને વેતન નકકી કરવામાં આવ્યા છે.

અનેક રજૂઆત બાદ સરકારે માગણી પૂર્ણ કરી

રાજ્ય સરકારને અલગ અલગ મહાનગરપાલિકા તરફથી લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. અંતે રાજ્ય સરકારે તેના પર વિચારણા કરી લઘુત્તમ વેતન વધાર્યુ છે. રાજય સરકારે છેલ્લા 8 વર્ષથી લઘુતમ વેતન દરમાં કોઈ વધારો કર્યો નથી. છેલ્લે 26 ડીસેમ્બર 2014 માં બદલાવ થયો હતો.સફાઈ કામદારો માટે 2022 માં લઘુતમ દર નકકી થયા હતા. હવે અન્ય તમામ કામદારો માટે નવા દર જાહેર કરવામાં આવ્યા છે. 

Published On - 1:19 pm, Mon, 20 March 23

Next Article