Breaking News : વડોદરાના કારેલીબાગમાં નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, પોલીસે કરી ધરપકડ

વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. પુરપાટે જઈ રહેલા કાર ચાલકે ડિવાઈડર પર કાર ચઢાવી ઝાડ સાથે અથડાવી હતી.

Breaking News : વડોદરાના કારેલીબાગમાં નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, પોલીસે કરી ધરપકડ
| Edited By: | Updated on: Aug 12, 2023 | 11:57 AM

Karelibagh Accident : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યાં વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી રોડ પર કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. પુરપાટે જઈ રહેલા કાર ચાલકે ડિવાઈડર પર કાર ચઢાવી ઝાડ સાથે અથડાવી હતી. જો કે સદનસીબે કોઈને ઇજા કે જાનહાનિની માહિતી મળી નથી.આ સાથે જ  અમદાવાદ પાસિંગની ટેક્સી કારની અંદર પોલીસ હાઉસ ઓન ડ્યુટી લખેલી પ્લેટ મળી છે.

આ પણ વાંચો : Vadodara: દંતેશ્વરના ગુમ વેપારીનો મૃતદેહ ગજાપુરા ગામની કેનાલમાંથી મળ્યો, વેપારીએ આપઘાત કર્યો કે હત્યા કરાઇ તે મુદ્દે તપાસ હાથ ધરાઈ, જુઓ Video

કારની આગળ પાછળ ગુજરાત પોલીસનો લોગો અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું લખાણ જોવા મળ્યુ છે. અકસ્માત સર્જનાર કાર ચાલક અક્રમ સિંધી વિરુદ્ધ કારેલીબાગ પોલીસે ગુનો દખલ કરી ધરપકડ કરી છે. આ ઉપરાંત નશાની હાલતમાં જોખમી રીતે કાર ચલાવવાનો કાર ચાલક પર આરોપ

તો બીજી તરફ અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો હતો. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતો. તેમજ અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 6:45 am, Sat, 12 August 23