Breaking News : દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી

|

Jun 17, 2023 | 1:02 PM

અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થશે અને જળાશયોમાં પાણીની આવક થશે. ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન પાણીની આવક થશે.

Breaking News : દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી
ambalal patel

Follow us on

Rain Prediction: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થશે અને જળાશયોમાં પાણીની આવક થશે. ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન પાણીની આવક થશે. જેના કારણે પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે. તો મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

જુલાઈમાં પણ સારો વરસાદ રહેશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં પણ 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં જુલાઈમાં પણ સારો વરસાદ રહેશે. જેના કારણે વરસાદની સમસ્યાનો હલ આવશે.

આ પણ વાંચો: Breaking News : સુરતના સચિન હોજીવાળામાં થયો બોઇલર બ્લાસ્ટ, ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ

રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

બિપરજોય વાવાઝોડાની અસર ચાલુ છે ત્યારે ગુજરાત પર ફરી આસમાની આફત મંડરાઇ રહી છે. વાવાઝોડાની અસરને પગલે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ આજે બનાસકાંઠા પંથકને ધમરોળે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે.

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો, સૌથી વધારે અંજારમાં 9 ઈંચ ખાબક્યો

રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. થંડરસ્ટ્રોમ એક્ટિવીટી જોવા મળી રહી છે, જેને લઈ રાજ્યમાં વરસાદ વરસ્યો છે. વાવાઝોડાની અસરથી વરસાદી માહોલ સર્જાયો છે. અંજારમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. માંડવીમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. ભૂજ અને મુંદ્રામાં 8-8 ઈંચ. રાપરમાં પોણા 8 ઈંચ વરસાદ વરસ્યો છે. નખત્રાણામાં 7 ઈંચ, જામનગરમાં 6.5, ગાંધીધામમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:25 pm, Sat, 17 June 23

Next Article