Fire : રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. આજે અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલ સેલ પેટ્રોલ પંપ પાસે અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડિંગની લિફ્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ અને અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા છે. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અવધ આર્કેડમાં હોટલ અને ગાડીનો શોરૂમ આવેલો છે. લોકો ફસાયા હોવાની પણ વાત સામે આવી છે. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
બિલ્ડીંગના પ્રથમ માળ પરથી ધૂમાળાના ગોટાગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની 10 ગાડી આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત કરી રહ્યાં છે. ફાયરની ટીમ ઓક્સિજન માસ્ક પહેરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમે હાઈડ્રોલિક સિડીની મારફતે કુલ 4 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેમાં 3 મહિલાઓ છે. જો હજુ પણ ધૂમાડો વધારે હોવાથી આગ બુજાવવામાં મુશ્કેલી આવી રહી છે.
આગ મહદઅંશે કાબૂમાં લેવામાં આવી છે. બિલ્ડીંગના ભોયરામાં આગ લાગી હતી. ધૂમાળો વધારે હોવાથી ઝીરો ઝીરો વિઝીબિલીટીની સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.
અમદાવાદના આર્કેડમાં નિયમોનું ઉલ્લંધન કર્યુ હોવાનું સામે આવી રહ્યુ છે. બેઝમેન્ટમાં વાહનોની જગ્યાએ ઓફીસ અને રુમ તેમજ બાથરૂમ બનાવી દેવાયામાં આવ્યુ હતુ. રાજસ્થાન હોસ્પિટલ બાદ ફરી એક વાર બેઝમેન્ટનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યુ છે. એસ્ટેટ વિભાગ કાયદાકીય કાર્યવાહી કરશે. બેઝમેન્ટની દીવાલો ઉપર લાકડાનું કવર હોવાથી આગ બુઝાવવામાં સમય લાગ્યો હતો. પરમિશન સિવાય બેઝમેન્ટનો આવો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 11:33 am, Wed, 16 August 23