Breaking News : સુરતમાં આરોગ્ય વિભાગની તવાઇ, એલપી સવાણી અને સન ફ્લાવર સહિત 31 સ્કૂલને મચ્છરના બ્રીડિંગ મુદ્દે ફટકારાયો દંડ

|

Jul 15, 2023 | 12:30 PM

પાલિકાના આરોગ્ય વિભાગે સુરતની 832 સ્કૂલમાં સર્વે હાથ ધર્યો હતો. ત્યારે તેમણે સ્કૂલોમાંથી ભંગાર દૂર ન કરવાને 39 નોડલ ઓફિસરોને નોટિસ ફટકારી છે. તેમજ રૂપિયા 3700નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

Breaking News : સુરતમાં આરોગ્ય વિભાગની તવાઇ, એલપી સવાણી અને સન ફ્લાવર સહિત 31 સ્કૂલને મચ્છરના બ્રીડિંગ મુદ્દે ફટકારાયો દંડ

Follow us on

Surat : સુરતમાં આરોગ્ય વિભાગે (Health Department ) કાર્યવાહી હાથ ધરી છે. એલપી, સન ફ્લાવર સહિત 31 સ્કૂલને મચ્છરના બ્રીડિંગ મુદ્દે દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગે સુરતની 832 સ્કૂલમાં સર્વે હાથ ધર્યો હતો. ત્યારે તેમણે સ્કૂલોમાંથી ભંગાર દૂર ન કરવાને 39 નોડલ ઓફિસરોને નોટિસ ફટકારી છે. તેમજ રૂપિયા 3700નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-સુરતમાં પાંડેસરા પોલીસે લૂંટના આરોપીઓની શાન ઠેકાણે લાવવા જાહેરમાં સરઘસ કાઢયું, જૂઓ Video

સુરતમાં જુદી જુદી 31 સ્કૂલોના કેમ્પસ આસપાસમાં પાણી ભરાવો તથા ગંદકી મળી હતી. જે રછી જંતુનાશક દવાનો છંટકાવ કરી નકામા ટાયર, ડબ્બા, કાટમાળ, ભંગારને દૂર કરવામાં આવ્યા હતા. જે પથી મચ્છરના બ્રીડિંગ પણ મળી આવતા કાર્યવાહી કરવામાં આવતી હતી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ચોમાસાને લઈ સુરત મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. ત્યાં સુરત મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગરે જણાવ્યું કે, ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને મચ્છરજન્ય રોગો જેવાકે,મલેરીયા, ડેંગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થવાની સંભાવના વધારે હોય છે.

835 શાળાઓમાં બ્રીડિંગ અંગે ચકાસણી

તેમણે જણાવ્યુ કે આ સંભાવનાને ધ્યાનમાં લઈને કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, તમામ કન્ટ્રક્શન સાઈટ, શાળા, કોલેજો હોસ્પિટલ અથવા જે જગ્યાઓ ઉપર લોકો ભેગા થતા હોય ત્યાં ચેક કરવાનો આદેશ આપ્યો હતો. તેને લઇને સુરત આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 835 શાળાઓમાં બ્રીડિંગ અંગે ચકાસણી કરવામાં આવી હતી.જેમાં 31 શાળાઓમાં મચ્છરના બ્રીડિંગ મળ્યા હતા, તે તમામ શાળાઓને નોટિસ આપી તેની સાથે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું કે,  580 હોસ્પિટલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યુ  હતુ. જેમાં 14 હોસ્પિટલોમાં બ્રીડિંગ મળી આવ્યા હતા. તેમને પણ નોટિસ આપી તેમની પાસેથી વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત શહેરની કન્ટ્રક્શન સાઈટ ઉપર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જે માટે નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી હતી.

તેઓ જેતે સાઈડ ઉપર જ્યાં પાણી ભરવાની શક્યતા હોય ત્યાં રોજેરોજ છેક કરે અને જો અઠવાડિયાથી એક જ સ્થળ ઉપર પાણી ભરાયેલા હોય ત્યારે તેમાં મચ્છરજન્ય રોગોનું બિલ્ડીંગ થવાની સંભાવના હોય ત્યારે તેની ટ્રીકમેન્ટ માટે કોર્પોરેશન સંકલનમાં રહે છે.

ગત અઠવાડિયામાં આવા સાઇડ ઉપરથી કુલ 3 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક સાઈડ ઉપર 40 હાજર રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા અને તેઓને કહેવામાં આવ્યું હતું કે, જો ફરી પછી આ રીતે મચ્છરજન રોગોનું બ્રીડિંગ મળી આવશે તો તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:48 am, Sat, 15 July 23

Next Article