Breaking News: ચોમાસાની એન્ટ્રી થતાં જ ભાવનગરનામાં આભ ફાટ્યું, ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ, જુઓ વીડિયો

Gujarat Rains : ગુજરાતમાં મેઘરાજાએ આ વખતે અલગ જ અંદાજમાં એન્ટ્રી કરી છે. જેના પરથી કહી શકાય કે આ વખતેનું ચોમાસું એક અલગ પ્રકારનું છે. ગુજરાતમાં એક દિવસ મોડું પણ અત્યંત તોફાની અંદાજમાં મેઘરાજાએ સત્તાવાર પધરામણી કરી છે.

Breaking News: ચોમાસાની એન્ટ્રી થતાં જ ભાવનગરનામાં આભ ફાટ્યું, ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ, જુઓ વીડિયો
| Updated on: Jun 16, 2025 | 3:29 PM

bhavnagar Rain videos: ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની અંદાજમાં બેટિંગ કરી છે. સિહોર શહેર સહિત ગામડાઓમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. અમુક વિસ્તારમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સિહોરના ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પાણી વહેતા થયા છે. કેટલીય નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે.

નદીઓ બની ગાંડીતૂર

ભારે વરસાદના કારણે વરલ ગામની નદી ગાંડીતૂર થઈ છે. નદીમાં પૂર આવતા વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. દ્રશ્યોમાં ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાતા જોવા મળી રહ્યા છે. જેથી કહી શકાય કે વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

ભાવનગરમાં મહુવા શહેર સહિત ગ્રામ્ય વિસ્તરામાં વરસાદનું પ્રચંડ આગમન જોવા મળ્યું છે. મેઘરાજા ભાવનગરના મહુવામાં મન મુકીને વરસ્યા છે. ભારે પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જેસર તાલુકામાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેસરમાં સવારે 6થી 12 વાગ્યા સુધી 4થી 5 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. જેસર તાલુકાના ગામડાઓ જળબંબાકાર થયા છે.

ગામડાઓમાં ધોધમાર વરસાદ

બીજી તરફ PGVCL દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી બાકી રહી ગઈ હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. જેસર તાલુકાના શાન્તીનગર, તાતણીયા, ઈટીયા, કરલા, સરેરા, કોટામોઈ, બિલા, અયાવેજ, રાણપડા, છાપરીયાળી અને દેપલા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે. અષાઢ અને શ્રાવણ મહિનામાં જ મુખ્યત્વે વરસાદ વરસે છે. જ્યારે ભાદરવો અને આસો મહિનામાં વરસાદી ઝાંપટા પડતા હોય છે. ચોમાસામાં ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દર્શ્યો જોવા મળે છે. ચોમાસાને લગતા વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

Published On - 3:26 pm, Mon, 16 June 25