Breaking News: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો

|

Sep 29, 2023 | 12:34 PM

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP પાર્ટીના સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે કર્યો ઇન્કાર છે. આ કેસની તત્કાલ સુનાવણી જરૂરી નહીં હોવાની આ પહેલા પણ હાઈકોર્ટે ટકોર કરી હતી. અરજદાર દ્વારા સાંસદો અને ધારાસભ્યોના કેસ ઝડપથી ચલાવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશો હોવાની બાબત હાઇકોર્ટના ધ્યાને મુકાઈ હતી.

Breaking News: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો

Follow us on

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં (Gujarat University defamation case) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને AAP પાર્ટીના સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે કર્યો ઇન્કાર છે. આ કેસની તત્કાલ સુનાવણી જરૂરી નહીં હોવાની આ પહેલા પણ હાઈકોર્ટે ટકોર કરી હતી.

આ પણ વાંચો-Breaking News: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો

અરજદાર દ્વારા સાંસદો અને ધારાસભ્યોના કેસ ઝડપથી ચલાવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશો હોવાની બાબત હાઇકોર્ટના ધ્યાને મુકાઈ હતી. જે અંગે હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે, એ નિર્દેશોને ધ્યાનમાં લઈને જ કેસમાં ટૂંકી મુદતની તારીખ અપાઈ રહી છે. ટ્રાયલ કોર્ટે ઈસ્યું કરેલા સમન્સને રદ કરવા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની માંગણી છે. જો કે હવે આગામી 6 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષી ભર્યા નિવેદનો આપવાનો કેજરીવાલ અને સંજય સિંહ પર આરોપ લાગ્યો હતો. જે પછી દિલ્હી સીએમ અને આપના સાંસદ તરફથી કેસની તત્કાલ સુનાવણી મુદ્દે કોર્ટમાં થાય તેવી માગણી કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે તેને ફગાવી દીધી છે.

અગાઉ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) તથા સાંસદ સંજય સિંહ સામે થયેલા બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે અમદાવાદ સેશન્સ કોર્ટે કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી દીધી હતી.

શું છે સમગ્ર કેસ ?

મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા બદનક્ષી ફરિયાદ કરવામાં આવેલી છે. તે બદનક્ષીની (Defamation) ફરિયાદમાં અમદાવાના મેટ્રો કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યૂ કરવામાં આવ્યો હતો.તે સમન્સને અરવિંદ કેજરીવાલ દ્વારા વિવિધ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે અમદાવાદની સેસન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેજરીવાલને કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવી ન હતી. આખરે કેજરીવાલે આ સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી પણ અરવિંદ કેજરીવાલને ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી કરવાનો ઈનકાર કર્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:14 pm, Fri, 29 September 23

Next Article