
Gandhinagar : નર્મદા નદીના પૂરના (Flood) સંકટ બાદ લોકો આર્થિક સ્થિતિને લઈને ચિંતામાં છે. ત્યારે રાજ્ય સરકાર વ્હારે આવી છે. રાજ્યમાં નર્મદા નદી, નર્મદા ડેમ અને ઓરસંગ નદીમાં આવેલા પૂરના કારણે અસરગ્રસ્ત ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વાણિજ્ય, વેપારી અને સેવાકીય અસરગ્રસ્તોને નુકસાનમાંથી પુર્વરત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સહાય જાહેર કરાઈ છે.
નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે પુનર્વસન પેકેજ જાહેર કર્યું છે. ધંધાકીય અને ઘરોમાં નુકસાન માટે પેકેજની જાહેરાત કરી છે. ભરૂચના 40 ગામો અને બે શહેરોને આ પેકેજનો લાભ મળશે. તો વડોદરા જિલ્લાના 31 ગામો અને નર્મદાના 32 ગામોને ફાયદો થશે. સરકારની આ સહાયથી 103 ગામો અને બે શહેરોમાં પડી ભાંગેલા ધંધા-રોજગારની ફરી બેઠા થવાનો ટેકો મળશે.
આ સહાયના વિતરણ વિશેની વાત કરીએ તો, લારીધારકોને ઉચ્ચક 5 હજારની રોકડ સહાય કરાશે તેમજ 40 ચોરસ ફૂટ સુધીની નાની કેબિન ધરાવનારને 20 હજારની સહાય, તો 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધરાવનારાને 40 હજારની સહાય કરાશે. આ ઉપરાંત નાની અને મધ્યમ દુકાનધારકોને 85 હજારની સહાય કરાશે.
આ ઉપરાંત માસિક રૂ.5 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને મોટી અને પાકા બાંધકામવાળી દુકાન માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રૂ.20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે વધુમાં વધુ કુલ રૂ.૫ લાખ સુધીની સહાય કરાશે.
Published On - 6:57 pm, Fri, 29 September 23