Breaking News : ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત, વાહન માલિકને SMSથી જશે નોટિસ

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને RTOના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઈ ચલણ દંડની રકમ 90 દિવસમાં નહિ ચૂકવાય તો આપો આપ ટ્રાફિક કોર્ટમાંથી ચલણ મોકલાશે. જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર SMSદ્વારા નોટિસ આપવામાં આવશે.

Breaking News : ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત, વાહન માલિકને SMSથી જશે નોટિસ
Ahmedabad Virtual Traffic Court
| Edited By: | Updated on: May 03, 2023 | 5:45 PM

ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી અમદાવાદની મેટ્રો કોર્ટમાં શરૂઆત થઈ છે. જેમાં વાહન માલિકને SMS ટ્રાફિક નિયમ ભંગની નોટિસ જશે.ગુજરાત રાજ્યમાં નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યના ટ્રાફિક ચલણ માટે અમદાવાદની મેટ્રો કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને RTOના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઈ ચલણ દંડની રકમ 90 દિવસમાં નહિ ચૂકવાય તો આપો આપ ટ્રાફિક કોર્ટમાંથી ચલણ મોકલાશે. જેમાં વાહન માલિકના મોબાઈલ નંબર પર SMSદ્વારા નોટિસ આપવામાં આવશે.

અમદાવાદની મેટ્રો કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત કરવામાં આવી

અમદાવાદ સહિતના શહેરોમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયોમોનું પાલન ન કરવા બદલ વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવે છે પરંતુ અમુક લોકો ઈ-મેમો ભરતા નથી ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં નવતર પહેલ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત કરવામાં આવી છે.સમગ્ર રાજ્યના ટ્રાફિક ચલન માટે અમદાવાદની મેટ્રો કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત કરવામાં આવી છે.

સમગ્ર વ્યવસ્થાને ગુજરાતમાં આ એક નવતર પહેલ તરીકે જોવામાં આવશે.

આ ઈ-કોર્ટ અમલી બનતા હવે ટ્રાફિક નિયોમો તોડનાર વાહનચાલકોને ઈ-મેમો ફટકાર્યા બાદ 90 દિવસ સુધી મુદત આપવામાં આવશે જેમાં નિર્ધારિત સમય મર્યાદા દંડની રકમ ચૂકવવા માં નહિ આવે તો આપો આપ ટ્રાફિક કોર્ટમાં ચલણ મોકલવામાં આવશે. વાહન માલિકનાં મોબાઈલ નંબર પર SMS દ્વારા નોટિસ જશે.આમ આ સમગ્ર વ્યવસ્થાને ગુજરાતમાં આ એક નવતર પહેલ તરીકે જોવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:32 pm, Wed, 3 May 23