Breaking News : ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો, સોજીબ નામના બાંગ્લાદેશીની કરી ધરપકડ

બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે.

Breaking News : ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો, સોજીબ નામના બાંગ્લાદેશીની કરી ધરપકડ
| Edited By: | Updated on: May 22, 2023 | 3:21 PM

ગુજરાત (Gujarat) ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. અન્ય કેટલાક લોકો પણ ગુજરાત ATSની કસ્ટડીમાં છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો-Breaking News : ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો, સોજીબ નામના બાંગ્લાદેશીની કરી ધરપકડ

બે દિવસ પહેલા નારોલથી પકડાયા હતા ત્રણ યુવક

બે દિવસ પહેલા ગુજરાતમાં આતંકી હુમલાના(Terrorist Attack) IBના એલર્ટ બાદ ATSએ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતુ. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તેમની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે.

યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો

પૂછપરછમાં અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ છે. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો-Go First ને હવે NCLAT તરફથી મળી મોટી રાહત, એરક્રાફ્ટ કંપનીઓની દલીલો ન ચાલી

કયા હેતુથી યુવકો ગુજરાત આવ્યા તે અંગેની પૂછપરછ શરુ કરાઇ

ત્રણેય બાંગ્લાદેશી યુવકો ક્યા હેતુથી ગુજરાત આવ્યા અને કેવી રીતે ગુજરાત પહોંચ્યા તેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી. કોઇને પોતાની જાળમાં ફસાવવામાં આવ્યા છે અને કઇ કઇ જગ્યાએ તેમણે આ પ્રકારની કામગીરી કરી છે તે અંગેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:57 pm, Mon, 22 May 23