Breaking News : ગુજરાત ATSની કચ્છમાં મોટી કાર્યવાહી, દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલનાર વ્યક્તિની ધરપકડ

|

Jul 08, 2023 | 9:25 PM

મળતી માહિતી પ્રમાણે આ વ્યક્તિ દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. નિલેશ નામનો શખ્સ પાકિસ્તાન હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હતો.

Breaking News : ગુજરાત ATSની કચ્છમાં મોટી કાર્યવાહી, દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલનાર વ્યક્તિની ધરપકડ

Follow us on

Ahmedabad : ગુજરાત ATSની (Gujarat ATS) કચ્છમાં (Kutch) મોટી કાર્યવાહી કરી છે. કચ્છ BSFના એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ વ્યક્તિ દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. નિલેશ નામનો શખ્સ પાકિસ્તાન હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હતો.

આ પણ વાંચો-Vadodara Breaking : કન્સ્ટ્રકશન સાઇટ પરની દિવાલ ધસી પડતા 4 શ્રમિક દટાયા, ઘટનાના CCTV આવ્યા સામે, જૂઓ Video

પાકિસ્તાનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત ATSએ કર્યો છે. પાકિસ્તાન ભારતની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવીને કઇક કરવાની ફિરાકમાં હતુ. આ માટે પાકિસ્તાને એક વ્યક્તિને હાથો બનાવ્યો હતો. પાકિસ્તાન પોતાના એક હેન્ડલર દ્વારા ગુજરાતના BSFના એક યુનિટમાં કામ કરતા વ્યક્તિ પાસેથી માહિતી મગાવતુ હતુ. જો કે BSFની એક યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતો વ્યક્તિ પાકિસ્તાન સુધી ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હોવાની જાણ ગુજરાત ATSને મળી હતી.

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

માહિતી મળતા જ ગુજરાત ATSએ કચ્છમાં આવેલા BSF યુનિટમાં પટાવાળા તરીકે કામ કરતા યુવાનને ઝડપી લીધો છે. મળતી માહિતી પ્રમાણે પટાવાળા નિલેશે માહિતીના બદલામાં 25 હજારથી વધુ રૂપિયા પણ મેળવ્યા હતા. નિલેશ નામના વ્યક્તિની ધરપકડ કરી ATSએ વધુ તપાસ શરૂ કરી છે. ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 1:30 pm, Sat, 8 July 23

Next Article