Breaking News : GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું, 50 જેટલી બોગસ પેઢીઓ મળી આવી

|

Jul 05, 2023 | 3:12 PM

10 લાખથી માંડીને 3 કરોડ રૂપિયા સુધીના બિલો બનાવીને આ કૌંભાડ આચરવામાં આવ્યુ હોવાની માહિતી છે. તો સાથે જ 1600 જેટલા વેપારીઓની કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યુ છે.

Breaking News : GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું, 50 જેટલી બોગસ પેઢીઓ મળી આવી

Follow us on

Rajkot :  GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ (Bogus billing scam) ઝડપી પાડ્યું છે. આ બોગસ બિલીંગ કાંડ રાજકોટ ડિવીઝનમાંથી પકડી પાડવામાં આવ્યુ છે. 10 લાખથી માંડીને 3 કરોડ રૂપિયા સુધીના બિલો બનાવીને આ કૌંભાડ આચરવામાં આવ્યુ હોવાની માહિતી છે. તો સાથે જ 1600 જેટલા વેપારીઓની કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યુ છે. તપાસમાં 50 જેટલી બોગસ પેઢીઓ (bogus firm) મળી આવી છે.

આ પણ વાંચો-Ahmedabad : એક મહિનામાં વિવિધ વિસ્તારોમાં 43 ભૂવા પડવાની ઘટના, શહેરના 19 માર્ગ બંધ કરાયા, જૂઓ Video

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

કૌભાંડમાં કુલ 1600 જેટલા વેપારીઓની સંડોવણી

GST વિભાગની તપાસમાં સામે આવ્યુ છે કે કેટલાક વેપારીઓ દ્વારા બોગસ પેઢીઓ ઊભી કરીને બોગસ બિલિંગ કરવામાં આવતુ હતુ. એક રીતે જોઇએ તો સરકારી તીજોરી પર ચુનો લગાવવાનું કામ કરવામાં આવતુ હતુ તેવુ પણ કહી શકાય. પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 10 લાખ રુપિયાથી લઇને 3 કરોડ રુપિયા સુધીના બોગસ બિલ બનાવવામાં આવતા હતા. આ આખા કૌભાંડમાં કુલ 1600 જેટલા વેપારીઓ સંડોવાયેલા હોવાની માહિતી મળી રહી છે.

50 જેટલી બોગસ પેઢી ઊભી કરવામાં આવી

માહિતીના આધારે GST વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. એવુ પણ સામે આવ્યુ છે કે 50 જેટલી બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર મામલાને લઇને GST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે તબક્કાવાર આ તમામ વેપારીઓને નોટિસ આપીને તેમના જે આધાર પુરાવા છે તેની ખરાઇ કરવામાં આવશે અને જો કસુરવાર જણાશે તો ઊંચો દંડ ફટકારવામાં આવી શકે છે.

વેપારીઓએ ખોટી રીતે બિલીંગ કરીને કૌંભાડ આચર્યાની ચોંકાવનારી હકિકતો સામે આવી હતી. GST વિભાગ દ્વારા આવા બેનિફીશયરોના એકાઉન્ટ,પેઢીનું સ્થળ અને હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ ગેરરિતી પકડાય હતી.એટલું જ નહિ ૫૦ જેટલી પેઢીઓમાં સ્થળ તપાસ કરતા બોગસ સામે આવતા જીએસટી વિભાગ દ્રારા કાર્યવાહી કરાઇ હતી,આ તમામ વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા એક મહિનાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને એક મહિનામાં રકમ જમા કરવામાં નહિ આવે તો જીએસટી નંબર રદ કરી દેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:28 am, Wed, 5 July 23

Next Article