Breaking News: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ ફરી મારી બાજી

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ પરિણામ 90.10 ટકા નોંધાયું છે. આ વર્ષે વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર ઉત્તમ પ્રદર્શન કરતા 95.41 ટકા પરિણામ મેળવ્યું છે

Breaking News: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ ફરી મારી બાજી
12th General Stream results declared (1)
| Edited By: | Updated on: May 11, 2026 | 2:51 PM

રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ (General Stream)નું પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ પરિણામ 90.10 ટકા નોંધાયું છે. આ વર્ષે વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર ઉત્તમ પ્રદર્શન કરતા 95.41 ટકા પરિણામ મેળવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 90.10 ટકા રહ્યું છે. આ રીતે વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતાં 5.31 ટકા વધુ નોંધાયું છે.

સૌથી વધુ પરિણામ અને સૌથી ઓછું પરિણામ?

પરિણામ મુજબ, સૌથી વધુ પરિણામ ધરાવતાં કેન્દ્રોમાં તડાવ, કોટડા, કાંગવાઇ અને પ્રશ્નાવાડા કેન્દ્રોએ 100 ટકા પરિણામ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર કારઠ રહ્યું છે, જ્યાં 64.88 ટકા પરિણામ નોંધાયું છે.

કયો જિલ્લો આગળ

જિલ્લાવાર પરિણામની વાત કરીએ તો આહવા ડાંગ જિલ્લો 97.88 ટકા સાથે પ્રથમ સ્થાને રહ્યો છે, જ્યારે અમદાવાદ શહેર જિલ્લો 87.10 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.

રાજ્યભરમાં કુલ 2030 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે, જે શિક્ષણક્ષેત્રમાં સકારાત્મક સંકેત આપે છે. આ પરિણામો દર્શાવે છે કે વિદ્યાર્થીઓ સાથે-સાથે વિદ્યાર્થિનીઓ પણ સતત પ્રગતિ કરી રહી છે, જેમાં વિદ્યાર્થિનીઓએ ફરી આગળ રહી પોતાની ક્ષમતા સાબિત કરી છે.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 10:41 am, Mon, 4 May 26

Follow Us