Breaking News : ભાવનગર શહેરના કાજીવાડ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ, ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત

આ જૂથ અથડામણમાં સરફરાજખાન પઠાણ ઉંમર 42 વર્ષ, અનિકભાઈ કુરેશી ઉંમર 24 વર્ષ અને સુલતાનભાઈ રાધનપુરી ઉંમર 26 વર્ષને ઈજાઓ પહોંચી છે. જૂથ અથડામણમાં સાત થી આઠ જેટલા લોકોએ છરી વડે હુમલો કર્યો જેમાં ત્રણ વ્યક્તિઓને પગ, છાતી સહિતનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે.

Breaking News : ભાવનગર શહેરના કાજીવાડ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ, ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત
Bhavnagar Clash
| Edited By: | Updated on: Apr 11, 2023 | 9:56 PM

ભાવનગર શહેરના કાજીવાડ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયામાં આવ્યા છે. જેમાં કાજીવાડ વિસ્તારમાં નમાજ પુરી થયા બાદ એક સમાજના લોકો વચ્ચે થઈ જૂથ અથડામણ થઇ છે. જૂથ અથડામણ થતા છરી વડે ત્રણ યુવાનોને ગંભીર ઇજા થતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ જૂથ અથડામણમાં સરફરાજખાન પઠાણ ઉંમર 42 વર્ષ, અનિકભાઈ કુરેશી ઉંમર 24 વર્ષ અને સુલતાનભાઈ રાધનપુરી ઉંમર 26 વર્ષને ઈજાઓ પહોંચી છે. જૂથ અથડામણમાં સાત થી આઠ જેટલા લોકોએ છરી વડે હુમલો કર્યો જેમાં ત્રણ વ્યક્તિઓને પગ, છાતી સહિતનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે.

આ પણ વાંચો : Mehsana: કહોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20 બેડ-આઇસોલેશન વોર્ડનું ઉદ્ઘાટન કરાયું, નાગરિકોની સુવિધામાં વધારો

જોકે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ જૂથ અથડામણમાં નવાણિયા કુટાયા છે જેને હુમલો કરનાર સાથે કોઈ લેવા દેવા નથી. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા કાજીવાડ સહિતનાં વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કર્યું છે. તેમજ મારામારી શા માટે સર્જાણી તે હાલમાં બહાર આવ્યું નથી. પોલીસ ફરિયાદ બાદ સંપૂર્ણ વિગતો બહાર આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 11:29 pm, Sun, 9 April 23