Breaking News : ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં ઘટાડો થયો

રાજ્યમાં સિંગતેલના ભાવમાં નોંધપાત્ર નરમાશ જોવા મળી રહી છે. ઉનાળાની ઋતુ દરમિયાન સિંગતેલનું વેચાણ ઘટતાં તેની સીધી અસર ભાવ પર પડી છે. બજાર વિશ્લેષકોના મુજબ, આવનારા દિવસોમાં પણ ભાવમાં વધુ ઘટાડાની શક્યતા થઈ શકે છે.

Breaking News :  ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં ઘટાડો થયો
Oil Prices Reduced
Image Credit source: iStock
| Updated on: Jun 17, 2026 | 10:30 AM

ગૃહિણીઓ માટે ગુડન્યુઝ સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે.માર્ચ મહિનામાં 15 કિલો સિંગતેલ ડબ્બાનો ભાવ 2900 રૂપિયાથી વધુ હતો. પરંતુ તે હવે તેના ભાવ ત્રણ મહિનામાં ઘટીને આશરે 2710 રૂપિયા સુધી આવી ગયા છે. બજાર વિશ્લેષકોના મુજબ, આવનારા દિવસોમાં પણ ભાવમાં વધુ ઘટાડાની શક્યતા થઈ શકે છે. ટુંકમાં ઉનાળુ મગફળીની આવક થતા સિંગતેલના ભાવ ઘટ્યા છે.

મગફળીની આવકનો પ્રભાવ

સિંગતેલના ભાવમાં નરમાશ પાછળ મગફળીની વધતી આવક પણ છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. ઉનાળાની સિઝનમાં નવી મગફળી બજારમાં આવે છે. આ નવી આવકને કારણે તેલ મિલો પાસે કાચા માલની ઉપલબ્ધતા વધી જાય છે. જ્યારે મગફળીનું ઉત્પાદન બજારમાં વધે છે, ત્યારે સિંગતેલનું ઉત્પાદન પણ સરળ બને છે અને તેની સપ્લાય વધે છે. પરિણામે ભાવ પર ઘટાડાનો દબાણ આવી શકે છે. આ વર્ષે પણ મગફળીની આવક સારી રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉનાળામાં માંગમાં ઘટાડો

ઉનાળાની ઋતુમાં તેલના વપરાશમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને નાના શહેરો અને ગામડાઓમાં લગ્ન અને મોટા પ્રસંગો ઓછા થતા હોવાથી ખાદ્ય તેલની ખરીદીમાં નોંધુપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ રસોડામાં મુખ્ય સ્થાન ધરાવે છે. તેની માંગ પણ આ સમયગાળા દરમિયાન થોડી ધીમી પડી છે. બજાર વિશ્લેષકોના મુજબ, ઘરેલુ વપરાશકર્તાઓ સામાન્ય રીતે ઉનાળામાં ઓછું તેલ ખરીદે છે. ઉનાળામાં તાપમાન વધારે હોવાથી તળેલા ખોરાકનો ઉપયોગ પણ ઓછો કરવામાં આવે છે. પરિણામે બજારમાં સિંગતેલનો સ્ટોક વધે છે.

સાઇડ તેલમાં પણ નરમાશ

રાજ્યમાં મુખ્યત્વે સીંગતેલનો વપરાશ વધુ થાય છે. પરંતુ સીંગતેલ મોંઘું હોવાથી બજારમાં તે ઓછું વેચાય છે. કપાસિયા, સૂર્યમુખી, વગેરે જેવા તેલને સામાન્ય રીતે સાઇડ તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સીંગતેલના ભાવ વધી જાય છે ત્યારે લોકો વૈકલ્પિક રીતે સાઇડ તેલનો વપરાશ કરે છે. સિંગતેલ સિવાય સાઇડ તેલના ભાવમાં પણ નરમાશ જોવા મળી. બજાર વિશ્લેષકોના મુજબ, જ્યારે મુખ્ય તેલની સાથે સાઇડ પ્રોડક્ટ્સના ભાવ પણ નીચે જાય છે ત્યારે તે સ્પષ્ટ સંકેત આપે છે કે બજારમાં માંગ કરતા પુરવઠો વધુ છે.

સિંગતેલના ભાવ ઘટતા ગ્રાહકોને રાહત

સિંગતેલના ભાવમાં ઘટાડાનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોને મળ્યો છે. રસોડામાં ઉપયોગ થતું સિંગતેલ સસ્તું થતા ઘરેલુ બજેટ પર થોડી રાહત મળી છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને નાના પરિવારો માટે આ ઘટાડો ઉપયોગી સાબિત થશે. પરંતુ કેટલાક ગ્રાહકો કહે છે કે ભાવ ઘટે ત્યારે પણ રિટેલ માર્કેટમાં તાત્કાલિક લાભ મળતો નથી. કારણ કે જૂનો સ્ટોક ઊંચા ભાવે ખરીદેલો હોય છે. તેથી ભાવ ઘટાડાનો સંપૂર્ણ લાભ થોડા સમય બાદ જ દેખાય છે.

આ પણ વાંચો, Gold-Silver Rate Today : સોનાના ભાવમાં ફરી ઘટાડો ! દિલ્હીથી અમદાવાદ સુધી સસ્તું થયું સોનું

Follow Us