Breaking News : ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં રુપિયા 60નો ઘટાડો, કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા

|

May 31, 2023 | 12:29 PM

એક જ દિવસમાં તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બજારમાં તેલની માગમાં ઘટાડો નોંધાતા ખરીદી ઓછી થઇ છે અને લોકોએ તેલની ખરીદી ઓછી કરતા ભાવમાં પણ ઘટાડો થયો છે.

Breaking News : ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં રુપિયા 60નો ઘટાડો, કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા

Follow us on

Rajkot : ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના (groundnut oil) ભાવમાં રુપિયા 60નો ઘટાડો નોંધાયો છે. સિંગતેલના 5 કિલોના ડબ્બાનો ભાવ રુ. 2710 પર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના (Cottonseed oil) ભાવમાં રૂ.30નો ઘટાડો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો છે. સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો-Breaking News : ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં રુપિયા 60નો ઘટાડો, કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડાનું જાણો કારણ

એક જ દિવસમાં તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બજારમાં તેલની માગમાં ઘટાડો નોંધાતા ખરીદી ઓછી થઇ છે અને લોકોએ તેલની ખરીદી ઓછી કરતા ભાવમાં પણ ઘટાડો થયો છે. ગત વર્ષે પણ આ સિઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખાં હતા. જ્યારે આ વર્ષે કપાસિયા તેલ કરતાં સિંગતેલના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે.  સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલના અને કપાસિયા તેલ ભાવમાં ઘટાડો થયો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો-Cricket Calendar: IPL 2023 સમાપ્ત, હવે કોણ, ક્યાં અને ક્યારે રમશે મેચ, જાણો પુરુ ક્રિકેટ કેલેન્ડર

સિંગતેલમાં એક દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો

વર્ષ 2023માં ગૃહિણીઓને ખાદ્ય તેલના ભાવોમાં સતત વધારાનો સામનો કરતો રહેવુ પડ્યુ છે. જો કે હવે ગૃહિણી માટે સારા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર એવુ બન્યુ છે કે વર્ષ 2023માં સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં એક દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં રૂ.30નો ઘટાડો થયો છે. સિંગતેલના 5 કિલોના ડબ્બાનો ભાવ રુ. 2710 પર પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો છે. બજારમાં મંદી અને સાથે જ અન્ય તેલીબિયાના ભાવમાં ઘટાડો થયા હોવાના કારણે વેપારીઓએ તેલના ભાવમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:28 am, Wed, 31 May 23

Next Article