Breaking News: આગામી ત્રણ કલાક આ જીલ્લાઓમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

|

May 29, 2023 | 5:18 PM

હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કરીને વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 40 km ની ઝડપે પવન ફુકાઈ શકે છે. ઠંડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પડવાની આગાહી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Breaking News: આગામી ત્રણ કલાક આ જીલ્લાઓમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Follow us on

હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કરીને વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 40 km ની ઝડપે પવન ફુકાઈ શકે છે. ઠંડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પડવાની આગાહી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આજે અમદાવાદમાં IPLનો માહોલ છે તેની વચ્ચે ફરી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈ ક્રિકેટ રસિકોમાં પણ ચિંતાનો વિષય બ્નયો છે. ગત રોજ પડેલા ભારે વરસાદને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાણી ફરી વળ્યું હતું. તો બીજી તરફ વરસાદને કારણે મેચ પણ કેન્સલ કરાઇ હતી. જે બાદ આજે ફરી મેચનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ફરી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : ઈતિહાસમાં પહેલીવાર ‘રિઝર્વ ડે’ પર થશે IPL FINAL મેચ, 29મેના દિવસે માન્ય રહેશે ફાઈનલની ટિકિટ

હવામાના વિભાગ દ્વારા રાજ્યમાં ઠેર ઠેર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનુ છે કે હાલ વાતાવરણમાં પણ ફેરફાર કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. ગતરોજ અમદાવાદમાં પડેલા વરસાદને કારણે લોકો ચિંતામાં મુકાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે લોકોને અવાર જવરમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. ફરી પવન સાથે વરસાદની આગાહી છે ભાર ઉનાળે થતાં આ વરસાદને કારણે ક્યાકને ક્યાક ગરમી માથી લોકોને રાહત ચોક્કસ મળી રહી છે. તો બીજી તરફ ખેડૂતની ચિંતામાં વ્દહરો થયો છે.

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:57 pm, Mon, 29 May 23

Next Article