Breaking News: ખેડાના ગોબલજ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર ફાઈટરની 8 ટીમ ઘટનાસ્થળે

|

May 29, 2023 | 12:54 PM

ખેડાના ગોબલજ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફાયર ફાઈટરની 8 ટીમ આગ ઓલવવા પ્રયત્નો કરી રહી છે. નડિયાદ, ખેડા, માતર, બારેજા, અસલાલીની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે હાજર છે. આ ઉપરાંંત ધોળકા અને અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.

Breaking News: ખેડાના ગોબલજ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર ફાઈટરની 8 ટીમ ઘટનાસ્થળે
Fire In Plastic Factory

Follow us on

ખેડાના (Kheda) ગોબલજ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફાયર ફાઈટરની 8 ટીમ આગ ઓલવવા પ્રયત્નો કરી રહી છે. નડિયાદ, ખેડા, માતર, બારેજા, અસલાલીની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે હાજર છે.

આ પણ વાંચો : Gujarati Video : ખેડા નક્લી માર્કશીટ કૌભાંડમાં થશે ચોંકાવનારા ખૂલાસા, LCBએ દિલ્હીથી પકડેલા ભેજાબાજના આજે મેળવાશે રિમાન્ડ

આ ઉપરાંંત ધોળકા અને અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. વિકરાળ આગનો ધુમાડો 5 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. આગ કાબૂમાં લેતા ચારથી પાંચ કલાકનો સમય લાગી શકે છે. શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં લાગી હતી આગ

આ અગાઉ ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કર્મયોગી ભવનમાં આવેલી ઓફિસમાં આગ લાગી હતી. આગને પગલે બે ફાયર ફાઈટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે આ આગમાં સ્ટ્રોંગ રૂમ સલામત હોવાનો દાવો કરાયો હતો. ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક કારણ સામે આવ્યુ હતુ. આગને કારણે ફર્નિચર અને વહીવટી દસ્તાવેજોને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ.

સ્ટ્રોંગ રૂમ સલામત હોવાનો દાવો કર્યો હતો

ફાયર ફાઈટર્સ દ્વારા આગ પર કાબુ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ફર્નિચર બળી જવાના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આગ લાગતા જ તુરંત ફાયર બ્રિગેડ આવી જતા વધુ નુકસાન થવા પામ્યુ નથી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા લેવામા આવી હોય તે પરીક્ષાની ઉત્તરવહીઓ અને પેપર્સ સ્ટ્રોંગ રૂમમાં સચવાયેલા હોય છે. જો કે ગૌણ સેવા પસંદગી મંડળના સેક્રેટરીના જણાવ્યા મુજબ સ્ટ્રોંગ રૂમ સહી સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનુ અનુમાન લગાવ્યુ હતુ

બપોરના ત્રણ વાગ્યા આસપાસ આ આગ લાગી હતી. ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગની જાણ થતા જ ઓફિસમાં હાજર સ્ટાફ બહાર દોડી જતા કોઈ જાનહાની થવા પામી નથી અને આગ પર કાબુ પણ કરી લેવામાં આવ્યો હતો. સ્ટ્રોંગરૂમને પણ સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમ ગૌણ સેવા પસંદગી મંડળના સેક્રેટરીએ જણાવ્યુ હતુ.

ખેડા  જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Published On - 8:37 am, Mon, 29 May 23

Next Article