Breaking News : સુરતમાં જાણીતા પીઝા બ્રાન્ડ પીઝા-હટ અને ડોમીનોઝના ફૂડ સેમ્પલ ફેલ

પિઝાહટ, લા-પીનોઝ, કે.એસ.ચારકોલમાંથી આરોગ્ય વિભાગે લીધેલા નમૂના ફેલ થયા છે.. એટલું જ નહિં ડોમિનોઝ, ગુજ્જુ કેફેના નમૂના પણ ફેલ ગયા છે.. આ 6 દુકાનોમાંથી આરોગ્ય વિભાગે 40 અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે. હાલ આરોગ્ય વિભાગની ટીમે આ તમામ દુકાનદારો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Breaking News : સુરતમાં જાણીતા પીઝા બ્રાન્ડ પીઝા-હટ અને ડોમીનોઝના ફૂડ સેમ્પલ ફેલ
Surat Sample
| Edited By: | Updated on: May 20, 2023 | 11:30 AM

સુરતમાં(Surat) જાણીતા પીઝા(Pizza) બ્રાન્ડ પીઝા-હટ અને ડોમીનોઝના લેવાયેલા ફૂડ સેમ્પલના ફેલ થયા છે.પહેલા પનીર પછી ગોળા અને હવે પિઝા…બહાર રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડ આરોગતા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર આવ્યા છે.. પનીર અને  ગોળા બાદ હવે પીઝાના નમૂના પણ ફેલ થયા છે. વાત છે સુરતની.. કે જ્યાં છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે.. અને અલગ-અલગ રેસ્ટોરન્ટ અને લારીઓવાળાને ત્યાં નમૂના લઇ રહી છે. આવી જ રીતે પીઝાની રેસ્ટોરન્ટમાંથી પણ નમૂના લીધા હતા.. જેમાંથી 6 ફ્રેન્ચાઇઝીના નમૂના ફેલ થયા છે. અને આ 6 ફ્રેન્ચાઇઝી જેવી તેવી નહીં પણ પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી છે.

આ 6 દુકાનોમાંથી આરોગ્ય વિભાગે 40 અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે

પિઝાહટ, લા-પીનોઝ, કે.એસ.ચારકોલમાંથી આરોગ્ય વિભાગે લીધેલા નમૂના ફેલ થયા છે.. એટલું જ નહિં ડોમિનોઝ, ગુજ્જુ કેફેના નમૂના પણ ફેલ ગયા છે.. આ 6 દુકાનોમાંથી આરોગ્ય વિભાગે 40 અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે. હાલ આરોગ્ય વિભાગની ટીમે આ તમામ દુકાનદારો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં વપરાતા ચીઝ/માયોનીઝના સેમ્પલો લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાંથી 6 જગ્યાના નમુના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી જેને લઈને એડજયુકેટીગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે આ ઉપરાંત આ સંસ્થાઓમાંથી આશરે 40 કિલો ચીઝ/માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે

સુરતમાં ઉનાળાની સીઝન શરુ થતા જ ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમ બનાવી મરી મસાલા, કેક પેસ્ટ્રી, આઈસ્ક્રીમ, કેરીના રસ તેમજ પનીરના નમુના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા અને જે જગ્યાના નમુના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે ત્યારે મેં માસમાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં વિવિધ વાનગીઓ બનાવવામાં વપરાતા ચીઝ તેમજ માયોનીઝના નમુના લેવામાં આવ્યા હતા અને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેમાંથી 6 સંસ્થાના નમુના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી જેને લઈને એડજયુકેટીગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે આ ઉપરાંત આ સંસ્થાઓમાંથી આશરે 40 કિલો ચીઝ/માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે

આ સંસ્થાના નમુના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી

  1. સફાયર ફૂડસ ઇન્ડિયા લીમીટેડ [પિત્ઝા હટ] અપર ગ્રાઉન્ડ ફ્લોર, ત્રિભોવન કોમ્પ્લેક્સ, ઘોડદોડ રોડ, સુરત
  2. દેવ હોસ્પીટાલીટી [લા-પીનોઝ પીઝા] ઊગત કેનાલ રોડ, પાલનપોર, સુરત
  3. પ્રેરણા હોસ્પીટાલીટી[કે.એસ.ચારકોલ] ઇસ્કોન મોલની બાજુમાં, પીપલોદ સુરત
  4. ડેન્સ પીઝા [ વેલેન્ટીના બીઝનેસ હબ, એલપી સવાણી રોડ, અડાજણ સુરત
  5. ગુજ્જુ કાફે [ ડી-માર્ટ પાસે, જહાગીરાંબાદ સુરત]
  6. જુબીલીયન્ટ ફૂડ વર્કસ લી. [ડોમીનોસ પીઝા] એ-સ્પેસ, ભગવાન મહાવીર કોલેજ પાસે, વીઆઈપીરોડ સુરત]

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:05 am, Sat, 20 May 23