Breaking News : અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરની અડફેટે આઠ વર્ષીય બાળકનું મોત, જુઓ Video

|

Jul 09, 2023 | 8:09 AM

રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરચાલકે 13 વર્ષીય કિશોરને કચડી માર્યો હતો. બાળક મોલમાં બેસન લેવા ગયું હતું. અને સાઈકલ પર ઘરે પરત ફરી રહ્યું હતું.

Breaking News : અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરની અડફેટે આઠ વર્ષીય બાળકનું મોત, જુઓ Video
Ahmedabad

Follow us on

Ahmedabad : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરચાલકે 13 વર્ષીય કિશોરને કચડી માર્યો હતો. બાળક મોલમાં બેસન લેવા ગયું હતું. અને સાઈકલ પર ઘરે પરત ફરી રહ્યું હતું. તે દરમિયાન પાછળથી કાળ બનીને આવેલું ડમ્પર તેના પર ફરી વળ્યું હતું. ઘટનાને પગલે ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો : Ahmedabad: નવું નજરાણું ક્રુઝ વિવાદનું કારણ બન્યું, ધારાસભ્ય અમિત શાહે સાબરમતીમાં પાણી ઓછું રાખવા માંગ કરી

જે બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ ડમ્પરને આગ હવાલે કરી દીધુ હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે- સમગ્ર વિસ્તારમાં જશુ ઓડ નામના શખ્સના ડમ્પરો બેફામ ચાલે છે. જે અંગે અનેક રજૂઆતો કરી હોવા છતાં જશુ ઓડ સામે કાર્યવાહી કરવામાં આવી નથી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

સ્થાનિકોની માગ છે કે જશુ ઓડ સામે ગુનો નોંધીને તેને જેલહવાલે કરવામાં આવે છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં ડમ્પરના ડ્રાઈવર સામે ગુનો નોંધીને પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 10:10 pm, Sat, 8 July 23

Next Article