Breaking News : અમરેલીની ધરા ધણહણી ઉઠી, ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું

|

Mar 13, 2025 | 11:16 AM

ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.  અમરેલીમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયો હતો. 

Breaking News : અમરેલીની ધરા ધણહણી ઉઠી, ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું
Amreli

Follow us on

Breaking News : ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.  અમરેલીમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયો હતો. મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીમાં સવારે 10 : 12 મિનિટે 3.2 ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ 44 કિમી અમરેલી દૂર નોંધાયુ છે.

27 ઓક્ટોમ્બર 2024ના રોજ અમરેલીમાં અનુભવાયો હતો ભૂકંપનો આંચકો

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સૌથી વધારે ભૂકંપના આંચકા આવે છે. ત્યારે અમરેલીમાં પણ આજે સવારે ભૂકંપનો આંચકો આવતાની સાથે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ અગાઉ પણ અમરેલી અને રાજકોટમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. 27 ઓક્ટોમ્બર 2024ના રોજ અમરેલી અને રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલીમાં 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અમરેલીથી 41 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયું હતુ.

અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહિતના વિસ્તારોમાં સાંજે 5:16 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તાતણીયા ગામે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો હીરાના કારખાનામાં ભૂકંપનો આંચકાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં ભૂકંપનો આંચકો આવ્યા બાદ હીરાના કારીગરો બહાર ભાગતા હોવાનું જોઈ શક્યા હતા.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભૂકંપ આવવાના પાછળ ઘણા ભૌગોલિક અને ભૂગર્ભીય કારણો છે. આ વિસ્તારમાં ભૂકંપની અસર વધારે જોવા મળે છે. કેમ અવારનવાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપનો આંચકો આવતો હોય છે. તો આજે સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભૂકંપ આવવાના પાછળના ભૌગોલિક કારણો નીચે દર્શાવેલા છે.

ટેક્ટોનિક પ્લેટ્સની ગતિવિધિ:

સૌરાષ્ટ્ર ક્ષેત્ર ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટની નજીક છે. આ પ્લેટોની ગતિવિધિ ભૂકંપનું મુખ્ય કારણ છે. જયારે પ્લેટ્સ ટકરાય છે અથવા હલનચલન કરે છે, ત્યારે ભૂકંપ સર્જાય છે.

ફોલ્ટ લાઇન્સની હાજરી:

સૌરાષ્ટ્રમાં અનેક ભૂગર્ભ ફોલ્ટ લાઇન્સ (જેમ કે કચ્છ ફોલ્ટ, કતિયાવાડ ફોલ્ટ) છે. આ ફોલ્ટ લાઇન્સ પર અચાનક ઉર્જા મુક્ત થાય તો ભૂકંપ સર્જાય છે.

ભૂગર્ભ પાણી અને ગેસના દબાણમાં ફેરફાર:

જમીનની અંદર ગેસ અને પાણીના દબાણમાં ફેરફાર થવાથી પણ ભૂકંપ આવી શકે છે. ગુજરાતમાં કેટલીક જગ્યાઓએ ગેસ રિઝર્વ ધરાવતું માટીસ્તર છે, જે ભૂકંપને અસર કરી શકે.

સૌરાષ્ટ્રનું ભૂગર્ભીય માળખું અને ભૌગોલિક સ્થિતિ ભૂકંપ માટે અનુકૂળ હોવાથી અહીં વારંવાર ભૂકંપ આવવાની શક્યતા વધુ છે. સરકાર અને વૈજ્ઞાનિક સંસ્થાઓ આવા કુદરતી પ્રકોપ સામે તકેદારી માટે સતત અભ્યાસ અને જાગૃતિ અભિયાન ચલાવે છે.

( વીથ ઈનપુટ – જય દવે, અમરેલી ) 

Published On - 10:41 am, Thu, 13 March 25