Breaking News : RTE પ્રવેશ માટેની તારીખ થઇ જાહેર, 10 એપ્રિલથી ફોર્મ ભરાવવાનું થશે શરૂ

10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકશે. જો કે આ માટે 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ બાળકે પૂર્ણ કરેલા હોવા જોઈએ.

Breaking News : RTE પ્રવેશ માટેની તારીખ થઇ જાહેર, 10 એપ્રિલથી ફોર્મ ભરાવવાનું થશે શરૂ
| Edited By: | Updated on: Apr 01, 2023 | 12:16 PM

ગુજરાતમાં RTE પ્રવેશ માટેની તારીખો જાહેર થઇ છે. RTE માટે 10 એપ્રિલથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે. 10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકશે. જો કે આ માટે 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ બાળકે પૂર્ણ કરેલા હોવા જોઈએ. RTEના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.

આ પણ વાંચો-Breaking News: અમદાવાદમાં નરોડા ફાયર સ્ટેશનની સામે આવેલ શિવકૃપા જ્વેલર્સમાં બંધુકની અણીએ બુકાનીધારી લૂંટારૂઓએ પાડી ધાડ

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મળે, પણ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે સારી શાળામાં પ્રવેશ ન મળતા તે મુંઝવણ અનુભવતા હોય છે. જો કે માતા પિતાની મુંઝવણ સરકારની RTE યોજનાને કારણે હળવી થઇ શકે છે. ત્યારે નવા વર્ષ માટે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ મળે તે માટે RTE પ્રવેશની તારીખ જાહેર કરાઇ છે. ગુજરાતમાં  RTE માટે 10 એપ્રિલથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે. 10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકશે.

ખાનગી શાળાઓમાં શરુ થઇ ગઇ છે પ્રવેશ પ્રક્રિયા

જો કે સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી રહેશે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કરતા ઓછી હશે, તો પ્રવેશ આપી શકાશે નહિ. ખાનગી શાળાઓમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે.

શું છે RTE ?

RTE Full Form “Right to Education” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “શિક્ષણનો અધિકાર” થાય છે. આ આપણા સંવિધાનનો એક અધિનિયમ છે જેનું પૂરું નામ Right of Children to Free and Compulsory Education Act, 2009 છે. આ અધિનિયમ 1 એપ્રિલ 2010 થી લાગુ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:41 am, Sat, 1 April 23