Breaking News Cyclone Biparjoy : વાવાઝોડાને પગલે આજની કેબિનેટ બેઠક રદ, તમામ પ્રધાનોને સોંપેલા જિલ્લામાં જ રહેવા સૂચના

|

Jun 14, 2023 | 6:52 AM

બિપરજોય વાવાઝોડાને પગલે આજની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે અને તમામ પ્રધાનોને સોંપેલા જિલ્લામાં જ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

Breaking News Cyclone Biparjoy : વાવાઝોડાને પગલે આજની કેબિનેટ બેઠક રદ, તમામ પ્રધાનોને સોંપેલા જિલ્લામાં જ રહેવા સૂચના
Today's Cabinet meeting cancelled

Follow us on

Cyclone Biparjoy : રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. જેના પગલે આજે ગાંધીનગરમાં યોજનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. તેમજ મુખ્ય પ્રધાન દ્વારા તમામ પ્રધાનોને સોંપવામાં આવેલા જિલ્લામાં જ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :Cyclone Biparjoy : પોરબંદરમાં વાવાઝોડાની જોવા મળી વિનાશક અસરો, તોફાની પવનની દરિયામાં લહેરો ઉઠતા જોવા મળ્યો કરંટ

સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પહોચવા મંત્રીઓને કરાઈ તાકીદ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત Cyclone Biparjoy ની અસર સામે જિલ્લા તંત્ર એ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ પ્રધાનોને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે.  જવાબદારીના પગલે આજે ગાંધીનગરમાં યોજનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે.

બેઠકમાં કયા કયા અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

Cyclone Biparjoyને લઈને યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્ય પ્રધાનના સચિવ અવંતિકા સિંઘ, રાહત કમિશનર આલોક પાંડે, મહેસુલ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદિપ વસાવા, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ આઈ જોશી સહીતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

કચ્છમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયાના ધામા

તો બીજી તરફ કચ્છમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા કચ્છમાં સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કુદરત આફત સામે પુરી તાકત થી લડીશું. દરિયાકાંઠા વિસ્તારોમાં હાલ સ્થળાંતર ચાલુ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખડે પગે આ અંગે કામ કરી રહી છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:27 am, Wed, 14 June 23

Next Article