Breaking News : Rajkot માં કરોડોનું બોગસ બિલિંગના કૌભાંડનો થયો પર્દાફાશ, આરોપીની કરી ધરપકડ

રાજકોટમાં વધુ એક બોગસ બિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટના સોની બજારમાં GSTના ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા દરોડા કરી સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.રાજકોટમાંથી 1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયુ છે. રાજકોટમાં અલગ અલગ વેપારીઓને 1467 કરોડના બોગસ બિલોનું વેચાણ કરી 44 કરોડ રુપિયાની ઈનપુટ ટેક્સ ક્રિડિટ મેળવ્યું છે.

Breaking News : Rajkot માં કરોડોનું બોગસ બિલિંગના કૌભાંડનો થયો પર્દાફાશ, આરોપીની કરી ધરપકડ
Rajkot
| Edited By: | Updated on: Oct 13, 2023 | 2:23 PM

Rajkot : રાજ્યમાં અવારનવાર બોગસ બિંલિંગના કૌભાંડ ઝડપાતા રહે છે.ત્યાં રાજકોટમાં વધુ એક બોગસ બિલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટના સોની બજારમાં GSTના ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા દરોડા કરી સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.રાજકોટમાંથી 1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયુ છે. રાજકોટમાં અલગ અલગ વેપારીઓને 1467 કરોડના બોગસ બિલોનું વેચાણ કરી 44 કરોડ રુપિયાની ઈનપુટ ટેક્સ ક્રિડિટ મેળવ્યું છે.

આ પણ વાંચો : Rajkot Breaking News : લાખો ગરીબ બાળકોને ભૂખ્યા રહેવાનો વારો ! સરકાર છેલ્લા 5 મહિનાથી અનાજનો જથ્થો ન આપતી હોવાનો મધ્યાહન ભોજન મંડળનો આરોપ, જુઓ Video

રાજકોટના સોની બજારમાં આવેલું આસ્થા ટ્રેડરના હિતેશ લોઢિયાની ધરપકડ કરવામાં આવ્યા છે.જુદા જુદા 44 વેપારીઓના બિલ પાસ ઓન કર્યા હતા.જેમાં બિલ લેનાર તમામ વેપારીઓ પણ સંકજામાં આવશે. માત્ર રાજકોટ જ નહિં પરંતુ સૌરાષ્ટ્રભરમાં વેપારીઓને બોગસ બિલો વેચ્યા હોવાનું સામે આવ્યુ છે.

પોલીસ દ્વારા વેપારી હિતેશ લોઢીયાની પૂછપરછ હાથ ધરી છે. હિતેશ લોઢીયાને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. તેમજ DGGI દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન મોબાઈલ, લેપટોપ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 11:29 am, Fri, 13 October 23