Breaking News: ગુજરાતમાં કોરોનાના ઘટી રહ્યા છે કેસ, આજે નવા 13 કેસ નોંધાયા, અમદાવાદમાં 1નું મોત

Corona cases in Gujarat: આજે અમદાવાદમાં 08, ભરૂચમાં 1, ગીર સોમનાથ 1, મહેસાણામાં 1, સુરતમાં 1, વડોદરામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 22 દર્દી સાજા થયા છે.

Breaking News: ગુજરાતમાં કોરોનાના ઘટી રહ્યા છે કેસ, આજે નવા 13 કેસ નોંધાયા, અમદાવાદમાં 1નું મોત
| Updated on: May 16, 2023 | 7:13 PM

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 16 મેના રોજ કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 150ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા 128એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં 08, ભરૂચમાં 1, ગીર સોમનાથ 1, મહેસાણામાં 1, સુરતમાં 1, વડોદરામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 22 દર્દી સાજા થયા છે.

WHOએ કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની યાદીમાંથી હટાવી દીધો

આ દરમ્યાન છેલ્લા ત્રણ વર્ષથી કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ ખતરનાક ચેપને કારણે કરોડો લોકોના મોત પણ થયા છે. કોવિડ 19 ના વિવિધ પ્રકારોને કારણે, આ ચેપ ખૂબ જ ખતરનાક બની ગયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક ખતરો અને રોગચાળો જાહેર કર્યો હતો. હવે આ રોગચાળાને લઈને એક રાહતના સમાચાર છે. WHOએ કોરોનાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની યાદીમાંથી હટાવી દીધો છે. સરળ શબ્દોમાં કહીએ તો, કોરોના રોગ હવે વૈશ્વિક કટોકટી નથી.

આ પણ વાંચો: Gujarat Video: Ahmedabad: વટવા ઝોનલ કચેરીની સંવેદના, નારીગૃહમાં ફરજ બજાવતી ચંદા કુશવાહનું NFSA કાર્ડ કઢાવી આપવામાં કરી મદદ

વાયરસને લઈને સાવધ રહેવાની જરૂર છે

જો કે WHOએ હજુ સુધી આ રોગચાળાના અંતની જાહેરાત કરી નથી, પરંતુ તેણે સ્વીકાર્યું છે કે હવે કોવિડને કારણે કોઈ કટોકટીની સ્થિતિ નથી. એટલે કે, આ રોગ રહેશે, પરંતુ તેના કારણે મૃત્યુનો કોઈ ભય નથી. એટલે કે, હવે કોવિડને આંતરરાષ્ટ્રીય સ્તરે તે જ જોખમ નથી, જે પહેલા હતું, જોકે હજી પણ વાયરસને લઈને સાવધ રહેવાની જરૂર છે.

જાન્યુઆરી 2020 માં, WHO એ કોરોનાને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી. તે દરમિયાન તમામ દેશોને આ રોગથી બચવા અને તેના સંક્રમણને રોકવા માટે કહેવામાં આવ્યું હતું. WHOમાં સામેલ તમામ 196 દેશોએ કોવિડથી બચવાના માર્ગદર્શિકાનું પાલન કરવું પડ્યું હતું. જો કે, હવે તેને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે સમાપ્ત માનવામાં આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

Published On - 7:02 pm, Tue, 16 May 23