Breaking News : મહાઠગ કિરણ પટેલને ગુરુવારે મોડી સાંજે અમદાવાદ લવાશે, ક્રાઇમ બ્રાંચની ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી

|

Apr 04, 2023 | 7:49 PM

મહાઠગ કિરણ પટેલને ગુરુવાર મોડી સાંજે અમદાવાદ લવાશે. જેને લેવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી છે. તેમજ આવતી કાલે પોલીસ કિરણ પટેલની કસ્ટડી મેળવશે.ઠગ કિરણ પટેલને બાય રોડ અમદાવાદ લાવવામાં આવશે. 

Breaking News : મહાઠગ કિરણ પટેલને ગુરુવારે મોડી સાંજે અમદાવાદ લવાશે, ક્રાઇમ બ્રાંચની ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી
Conman Kiran Patel Ahmedabad

Follow us on

મહાઠગ કિરણ પટેલને ગુરુવાર મોડી સાંજે અમદાવાદ લવાશે. જેને લેવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી છે. તેમજ આવતી કાલે પોલીસ કિરણ પટેલની કસ્ટડી મેળવશે.ઠગ કિરણ પટેલને બાય રોડ અમદાવાદ લાવવામાં આવશે.

મહાઠગ કિરણ પટેલને લઇ શ્રીનગર કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. છેતરપિંડી પ્રકરણમાં કિરણ પટેલ વિરુધ કાર્યવાહી કરવામાં આવી છે. 18 લાખની છેતરપીંડી અંગે શ્રીનગરની કોર્ટે સ્થાનિક પોલીસને તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર તપાસના રિપોર્ટ 15 એપ્રિલ સુધીમાં આપવા આદેશ કરવામાં આવ્યું છે.

સતત મહાઠગના કારનામા આવી રહ્યા છે બહાર.

ગુજરાતના ઠગ કિરણ પટેલે PMOના અધિકારી હોવાનુ કહીને કેટલાય લોકોને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી હતી. જે પછી સતત મહાઠગના કારનામા એક પછી એક બહાર આવી રહ્યા છે. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જે પછી કિરણ પટેલની પત્ની માલિની પટેલની, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા માલિનીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પતિ કિરણ પટેલ સાથે મળીને માલિની પટેલે અમદાવાદના પોશ વિસ્તારમાં આલિશાન મકાન પડાવવાનો કારસો રચ્યો હોવાનું ખુલ્યું હતું.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

જમ્મુ કાશ્મીર સરકારના તપાસના આદેશ

કિરણ પટેલ વિરુદ્ધ જમ્મુ કાશ્મીર સરકાર અને પોલીસ કાર્યવાહી કરશે. જે અંગે સ્થાનિક પોલીસને પણ, કોર્ટે તપાસના આદેશ આપ્યા છે.  15 કરોડનો બંગલો પચાવવા કિરણ પટેલે PMOના અધિકારી બનીને ઠગાઈના મામલા અંગે પણ તપાસ કરાશે. નકલી PMO અધિકારી બનવા સાથે વિવિધ ગુનાઓ અંગે હવે મહાઠગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:15 pm, Tue, 4 April 23

Next Article