અમદાવાદની મેટ્રો કોર્ટમાં બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ, ધૂતારા સહિતના અશોભનીય શબ્દો કહીને અપમાનિત કર્યા હોવાનો આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જાહેર માધ્યમથી આવા નિવેદન બાદ ગુજરાતીઓ પ્રત્યે લોકોની દ્રષ્ટિ બદલાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અરજદાર એ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી છે. અરજદારે અરજીમાં કહ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જેવા જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્યનથી આથી બિહાર નાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે . આ અરજી સંદર્ભે 1મે નાં રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
બિહારના ઉપ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ગુજરાતીઓનું અપમાન કર્યું હતું.. PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ પર તેજસ્વી યાદવે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. .તેમને જણાવ્યું હતું કે આ દેશમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે.
CBIના દરોડાથી નારાજ તેજસ્વી યાદવ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેજસ્વી યાદવે દરોડા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. એટલા માટે તેઓ વારંવાર નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 4:45 pm, Wed, 26 April 23