Breaking News : કારની ટક્કર મારી સિંહણને મોતને ઘાટ ઉતારનાર પોલીસ આવાસ નિગમનો સિવિલ એન્જિનિયર ઝડપાયો
છેલ્લા એહ મહિનામાં જંગલ વિસ્તારમાં 2 સિંહ, 1 દીપડા સહીત કુલ 3 વન્યપ્રાણીના અકસ્માતને કારણે મૃત્યુ થયા છે. સૌરાષ્ટ્રમા સૌથી વધારે સિંહ માટે ભાવનગર સોમનાથ કોસ્ટલ બેલ્ટ ઘાતક બન્યો છે. આ માર્ગ પર ભારે વાહનોની અવર જવર હોવાથી વન્ય પ્રાણી અડફેટે આવી જતા હોવાના અવારનવાર બનાવો બનતા આવ્યા છે.
અમરેલી – ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે ઉપર અજાણ્યા વાહન ચાલકે, વાહનની અડફેટે લઈને સિંહણના મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાની જાણ થયા બાદ, વન વિભાગના અધિકારી અને તેમની ટીમ દ્વારા વાહનોની અવરજવરને ચકાસીને એક શંકમદની તપાસ હાથ ધરી હતી. વન વિભાગના એએફઓ એ કાર ચાલક વીરેન્દ્ર રાઠોડની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમા કાર ચાલકે કબૂલ્યું હતું તે તેની કારની ટક્કર સિંહણને વાગી હતી.
કાર ચાલક વીરેન્દ્ર રાઠોડ ગાંધીનગર પોલીસ આવાસ નિગમમાં, કરાર આધારિત સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો છે. જાફરાબાદ વનવિભાગ દ્વારા સિવિલ એન્જિનિયર વિરેન્દ્ર રાઠોડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એહ મહિનામાં જંગલ વિસ્તારમાં 2 સિંહ, 1 દીપડા સહીત કુલ 3 વન્યપ્રાણીના અકસ્માતને કારણે મૃત્યુ થયા છે. સૌરાષ્ટ્રમા સૌથી વધારે સિંહ માટે ભાવનગર સોમનાથ કોસ્ટલ બેલ્ટ ઘાતક બન્યો છે. આ માર્ગ પર ભારે વાહનોની અવર જવર હોવાથી વન્ય પ્રાણી અડફેટે આવી જતા હોવાના અવારનવાર બનાવો બનતા આવ્યા છે.
અકસ્માતની વધતી જતી ઘટનાને કારણે વન્ય પ્રાણીના થતા મોતને લઈને વનવિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્થાનિક RFO સામે નારાજગી દર્શાવી હોવાનું પણ સામે આવ્યું છે.