મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્ર અનુજ પટેલની નાદુરસ્ત તબિયત હોવાને કારણે જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકશે નહીં. જોકે આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે.
સીએમના પુત્ર અનુજ પટેલ જ્યાં દાખલ છે તે હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન આપવામાં આવ્યું હતું કે અનુજ પટેલની સર્જરી કરવામાં આવી છે અને તેમની તબિયત સ્થિર છે.
નોંધનીય છે કે ગત રોજ તારીખ 30 એપ્રિલના રોજ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને તેમને સારવાર માટે કેડી હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનું ઓપરેશન આશરે બે કલાક સુધી ચાલ્યું હતું. આ દરમ્યાન સીએમ સહિત તેમનો સમગ્ર પરિવાર હોસ્પિટલમાં હાજર રહ્યો હતો. અનુજ પટેલને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.
આ અંગે કેડી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસરે સત્તાવાર નિવેદનના જણાવ્યું છે કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક સારવાર માટે 2. 45 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. તેમની સર્જરી કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સ્થિર છે અને નિષ્ણાત ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ છે.
દેશમાં દર વર્ષે 18 લાખ લોકો બ્રેઈન સ્ટ્રોક નો શિકાર બને છે. લગભગ 30 ટકા લોકો તેનાથી મૃત્યુ પામે છે. માહિતીના અભાવ અને હોસ્પિટલમાં પહોંચવામાં વિલંબ એ સ્ટ્રોકથી મૃત્યુનું મુખ્ય કારણ છે. ડૉક્ટરોનું કહેવું છે કે સ્ટ્રોકના લક્ષણો શરીરમાં દેખાય કે તરત જ તાત્કાલિક સારવારની જરૂર હોય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:13 am, Mon, 1 May 23