Breaking News : કંડલા બંદર પર વાવાઝોડાને પગલે કાર્ગો હેન્ડલિંગ બંધ, વિશાળ જહાજો ગલ્ફ ઓફ કચ્છમા રોકી દેવાયા,જૂઓ Video

કંડલા પોર્ટ પર તમામ એક્ટિવિટી બંધ કરી દેવામા આવી છે. વિશાળ જહાજો ગલ્ફ ઓફ કચ્છમા રોકી દેવાયા છે. કંડલા પોર્ટ પર 9 નંબરનુ સિગ્નલ લગાડવામા આવ્યુ છે.

| Edited By: | Updated on: Jun 12, 2023 | 12:08 PM

Kutch : ગુજરાતમાં Cyclone Biparjoyના સંકટને લઇને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. સાવચેતીના ભાગ રુપે કચ્છના કંડલા બંદર (Kandla Port) પર વાવાઝોડાને પગલે કાર્ગો હેન્ડલિંગ (Cargo handling) બંધ કરી દેવાયુ છે. કંડલા પોર્ટ પર તમામ એક્ટિવિટી બંધ કરી દેવામા આવી છે. વિશાળ જહાજો ગલ્ફ ઓફ કચ્છમા રોકી દેવાયા છે. કંડલા પોર્ટ પર 9 નંબરનુ સિગ્નલ લગાડવામા આવ્યુ છે.

આ પણ વાંચો-Breaking News: અમદાવાદની SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડની છત ધરાશાયી, વોર્ડમાં દર્દીઓ ન હોવાથી દુર્ઘટના ટળી

મુન્દ્રા અદાણી બંદર પર પોર્ટ કામગીરી હજુ પણ યથાવત જોવા મળી રહી છે. વાવાઝોડાની આગાહી વચ્ચે પણ અદાણી બંદર પર પોર્ટ એક્ટિવિટી ચાલુ છે. પોર્ટ પર હજુ 4 નંબરનુ સિગ્નલ યથાવત છે. વાવાઝોડાની અસર મોટા પ્રમાણમાં કચ્છમાં વધુ જોવા મળે તેવી સંભાવના છે.

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક બન્યું છે. માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા છે તથા માંડવી અને જખૌમાં SDRFની બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને શેલ્ટર હોમ તૈયાર કરાયા છે તો તાલુકા મથકો પર વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક પણ યોજાઈ છે.  જરૂર પડ્યે કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે.

કચ્છના તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાડાયું છે અને જરૂર પડ્યે કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઇ છે. બીજી તરફ કચ્છ જિલ્લામાં 13 થી 15 જૂન  તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ – કોલેજોને વિદ્યાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. બીપરજોય વાવાઝોડાની શક્યતાના પગલે નિર્ણય લેવાયો છે.

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર સજ્જ છે. NDRFની 2 ટીમ કચ્છ પહોંચી છે. 1 ટીમ માંડવી અને 1 ટીમ અબડાસામાં તહેનાત કરાશે. કચ્છમાં SDRFની 2 ટીમ તહેનાત રહેશે. મરીન પોલીસ સહિત અલગ-અલગ ટીમો દરિયાઇ વિસ્તારમાં સતર્ક છે. આજે તમામ ટીમો સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સમીક્ષા કરશે.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:11 am, Mon, 12 June 23