Breaking News : વડોદરા જેવી બ્રિજ દુર્ઘટના જૂનાગઢમાં ઘટી ! હીટાચી મશીન અને કેટલાક લોકો નદીમાં ખાબક્યા

વડોદરા જેવી દુર્ઘટના ફરી એક વાર ગુજરાતમાં બની છે. જૂનાગઢના માંગરોળમાં પુલ તૂટી જતા હીટાચી મશીન સહિત લોકો પણ નદીમાં ખાબક્યા હોવાની ઘટના બની છે.

Breaking News : વડોદરા જેવી બ્રિજ દુર્ઘટના જૂનાગઢમાં ઘટી ! હીટાચી મશીન અને કેટલાક લોકો નદીમાં ખાબક્યા
Junagad
| Edited By: | Updated on: Jul 15, 2025 | 11:09 AM

વડોદરા જેવી દુર્ઘટના ફરી એક વાર ગુજરાતમાં બની છે. જૂનાગઢના માંગરોળમાં પુલ તૂટી જતા હીટાચી મશીન સહિત લોકો પણ નદીમાં ખાબક્યા હોવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર માંગરોળમાં કોઝવે પરનો પુલ તૂટ્યો છે. પુલનું સમારકામ ચાલુ હતું તેવા સ્લેબ ધરાશાયી થયો છે. પુલ તૂટતા હીટાચી મશીન અને લોકો નીચે પડ્યા છે. જો કે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ પુલ કેશોદ માધવપુર જવાના રસ્તે આવે છે.

આ ઘટના બાદ જૂનાગઢ જિલ્લામાં આવેલા અન્ય જર્જરીત પુલોની ચિંતા વધી ગઈ છે. રિપોર્ટ મુજબ, જિલ્લામાં કુલ 54 નાના-મોટા પુલો છે, જેમાંથી ઘણા જર્જરીત હાલતમાં છે. આ પુલોમાંથી 16 પુલો રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા છે. બે પુલો પર ભારે વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.

જુઓ Video

 

પ્રાપ્તથતી વિગતો અનુસાર હાલમાં જર્જરીત પુલોનું સર્વે ચાલી રહ્યું છે. આ ઘટના બાદ પ્રશ્ન ઉઠે છે કે શું જિલ્લા પ્રશાસન દ્વારા જર્જરીત પુલોના સમારકામ માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે? કયાંકને કયાંક 10 થી 20 ગામને જોડતા નાના કોઝવે પણ જર્જરીત હાલતમાં છે. આવા પુલોનું તાત્કાલિક સમારકામ કરવું ખૂબ જ જરૂરી છે. નહિંતર, ભવિષ્યમાં મોટી દુર્ઘટના બની શકે છે. આ ઘટનાથી જિલ્લા પ્રશાસનને સુરક્ષા સુધારણાના પગલાં લેવાની જરૂરિયાત ઉઠાવી છે.

બીજી તરફ જુનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પૂલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેપ નો એક મોટો ભાગ નીચે પડ્યો હતો.

ગંભીરા બ્રિજ તૂટવાથી 21ના થયા હતા મોત

વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર પુલ તૂટવાથી કેમિકલના ટેન્કર સહિત અનેક વાહનો લોકો સાથે નદીમાં ખાબક્યા હતા.આ દુર્ઘટનામાં 21 લોકોના મોત નિપજ્યાં હતા. ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્કયું કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(વીથ ઈનપુટ- વિજયસિંહ, જુનાગઢ ) 

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:15 am, Tue, 15 July 25