Breaking News: સુરત AAPના વધુ 6 કોર્પોરેટર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા, AAPમાં ‘સારા કરતા મારા માણસ’નું મહત્વ હોવાનો પાર્ટી છોડનારા કોર્પોરેટરનો આક્ષેપ

|

Apr 15, 2023 | 12:09 AM

સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણની પરિસ્થિતિ સર્જાઈ છે. પહેલા 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે બીજા 6 કોર્પોરેટર AAPમાંથી રાજીનામું આપ્યું છે અને આ કોર્પોરેટર ભાજપમાં જોડાઈ રહ્યા છે.

Breaking News: સુરત AAPના વધુ 6 કોર્પોરેટર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા, AAPમાં સારા કરતા મારા માણસનું મહત્વ હોવાનો પાર્ટી છોડનારા કોર્પોરેટરનો આક્ષેપ

Follow us on

સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણની પરિસ્થિતિ સર્જાઈ છે. પહેલા 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે બીજા 6 કોર્પોરેટર AAPમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.  તે સાથે  સુરત આપના કુલ 10  કોર્પોરેટર ભાજપમાં  જોડાયા હતા. આ કોર્પોરેટરને  રાત્રે  11 વાગ્યે જ ઉધના સ્થિત કાર્યાલય ખાતે  ભાજપમાં આવકારવામાં આવ્યા હતા અને પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં  ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ કોર્પોરેટરને કોઈ લોભ કે લાલચ આપવામાં આવી નથી.

આમ આદમી પાર્ટીની નીતિ રિતી માફક ન આવતા  કોર્પોરેટર ભાજપમાં  જોડાયા

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગુજરાતી તથા ગુજરાતને  બદનામ કરવાનો  કોઈ મોક આમ આદમી પાર્ટી છોડતી નથી. ત્યારે દેશના વિકાસમાં અને રાજ્યના વિકાસમાં આગળ વધવા અને સાથ આપવા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં  જોડાયા હતા. ભાજપ આગળ વધત પક્ષ છે ત્યારે સુરત શહેરના ચૂંટાયેલા લોકો તેમના વિસ્તારનો વિકાસ કરવા માંગતા હોય અને તેમાં આમ આદમી પાર્ટીની નીતી રિતી આ કોર્પોરેટરને માફક ન આવતા તેઓ ભાજપમાં  જોડાયા હોવાનું  તેમણે જણાવ્યું હતું.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આપમાંથી રાજીનામું આપનારા કોર્પોરેટરમાં આપમાંથી રાજીનામું આપનારા કોર્પોરેટરમાં સ્વાતિબેન કયાડા વોર્ડ નંબર 17, નિરાલીબેન પટેલ વોર્ટ નંબર 05, ધર્મેન્દ્રભાઈ વાવલિયા વોર્ડ નંબર 04, અશોકભાઈ ધામી વોર્ડ નંબર 05, કિરણભાઈ ખોખાણી વોર્ડ નંબર 05 તથા ઘનશ્યામભાઈ મકવાણા વોર્ટ નંબર 04નો સમાવેશ થાય છે.

આપમાં સારા કરતા મારા માણસનું મહત્વ વધારે હોવાથી આપ્યું  રાજીનામું

ઉધના ખાતે આવેલા  કાર્યાલય ખાતે આપમાંથી  રાજીનામું આપેલા  મહિલા કોર્પોરેટરે જણાવ્યું હતું કે આપમાં સારા કરતા મારા માણસનું મહત્વ વધારે  છે તેથી આગળ વધવા તેમજ દેશના વિકાસ માટે  અમે ભાજપમાં  જોડાયા છીએ.  મહિલા કોર્પોરેટેર જણાવ્યું હતું કે અમે 6 કોર્પોરેટર આપમાંથી  રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છીએ. અગાઉ  4 અને હવે 6 એટલે કે  કુલ 10  કોર્પોરેટર ભાજપમાં જોડાયા છીએ.

AAP  ના મૂળ સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં રોપાયા હતા

નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ સુરત મનપામાં જીત મેળવીને સુરતમાં પગ મૂકવાની જગ્યા કરી હતી અને આમ આદમી પાર્ટીએ સુરત શહેર  દ્વારા  ગુજરાતમાં સ્થાન મૂકવા મળ્યું હતું ત્યાંથી જ તેના કોર્પોરેટરોએ  ઘર આંગણે જ આપ સાથે છેડો ફેડી દીધો હતો.  આ ભાજપની  મોટી સફળતા માનવામાં આવે છે.

વિથ ઇનપુટ હરિશ ગુર્જર, બળદેવ સુથાર ટીવી9 સુરત

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:55 pm, Fri, 14 April 23

Next Article