ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર બનાસકાંઠા જિલ્લામાં આગ લાગી છે. સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતુ. ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા 13 લોકોના મોત થયા છે.
ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તેમજ અચાનક આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીના માહોલ સાથે ડરનો માહલો પણ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર પાણી ગરમ કરવાનું બોઈલર ફાટવાના કારણે આગ લાગી હોવાની આશંકા કરવામાં આવે છે.
Blast in firecracker godown in Deesa GIDC, 5 died; further details awaited#Banaskantha #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/Y9LUzvNQk4
— Tv9 Gujarati (@tv9gujarati) April 1, 2025
ડીસામાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગમાં અન્ય 5થી વધુ શ્રમિકો દાઝ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પાલનપુર, ડીસા, થરા નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત ડીસા દક્ષિણ ઉત્તર પોલીસ પહોંચી ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે મૃત્યુઆંકમાં વધારો થવાની પણ શક્યતા છે.
મળતી માહિતી અનુસાર ડીસા GIDCમાં ફટકાડાના ગોડાઉનમાં 30થી વધુ લોકો કામ કરતા હતા. જેમાંથી કેટલાક લોકો ત્યાં જ રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોવા છતા તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. જો કે હવે અનેક સવાલો થઈ રહ્યાં છે કે GIDCમાં આવેલી ફટાકડાની ફેકટરીમાં ફાયર સેફ્ટી હતી કે નઈ ?
( વીથઈન પુટ – અતુલ ત્રિવેદી, બનાસકાંઠા)
Published On - 11:01 am, Tue, 1 April 25