Breaking News : ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5ના મોત, 4 ઈજાગ્રસ્ત જુઓ Video

હિમાચલ પ્રદેશમાં ફરવા ગયેલા ભાવનગરના એક પરિવારને અકસ્માત નડ્યો છે, જેમાં વાહન ખીણમાં ખાબકતા પરિવારના 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે, આ દુર્ઘટના વાહન પરથી કાબૂ ગુમાવાને કારણે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

Breaking News : ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5ના મોત, 4 ઈજાગ્રસ્ત જુઓ Video
| Updated on: May 11, 2026 | 9:35 AM

ભાવનગરના પરિવારને હિમાચલમાં અકસ્માત નડ્યો છે. ભાવનગરથી 9 લોકો હિમાચલ પ્રદેશ ફરવા ગયા હતાં. હિમાચલના ચંબા નજીક કિંકરી ગામ નજીક અકસ્માત સર્જાયો છે.વાહન ખીણમાં ખાબકતાં 5 લોકોના મોત, 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આજે વહેલી સવારે મનાલી નજીક થયેલ દુર્ઘટનામાં ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો છે.ભાવનગરથી મનાલી ગયેલ લલિતભાઈ ફતનાની અને તેમના પરિવારને હિમાચલ પ્રદેશમાં ગંભીર અકસ્માત નડ્યો હોવાની દુઃખદ માહિતી પ્રાપ્ત થઈ હતી. મનાલી બેલા જતા સમયે કાંકરિયા તાલુકા, છાબાના 28 નંબરના હાઈવે પર તેમનું વાહન ખાઈમાં ખાબક્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, બાળકો સહિત કુલ 9 લોકો યાત્રામાં સામેલ હતા, જેમાંથી 4 લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બચાવાયેલ વ્યક્તિઓ નીચે મુજબ છે.

 

 

 

  •  મયંકભાઈ લલિતભાઈ ફતનાની
  •  ફોરમબેન મયંકભાઈ ફતનાની
  • જિયાંશ મયંકભાઈ ફતનાની
  • પ્રિયાંશી પ્રિયંકભાઈ ભોપાણી

આ 5 સભ્યોના અવસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

  • લલિતભાઈ ફતનાની
  • સોનિયાબેન લલિતભાઈ ફતનાની
  •  પ્રિયંકભાઈ ભોપાણી
  •  કાજલબેન ભોપાણી
  •  દિવ્યાંશુ ભોપાણી

તમને જણાવી દઈએ કે,બદલાતા હવામાનના કારણે પર્વતીય વિસ્તારોમાં આવી ઘટનાઓ ઘણીવાર બને છે. ખાસ કરીને હિમવર્ષા અને વરસાદ દરમિયાન રસ્તા નબળા પડી જાય છે, જેના કારણે તૂટી પડવાનું જોખમ વધી જાય છે.

હિમાચલ પ્રદેશ દેશના 28 રાજ્યોમાંથી એક છે. હિમાચલ પ્રદેશનુ પાટનગર શિમલા છે. હાલમાં, કોંગ્રેસ પાર્ટી હિમાચલ પ્રદેશમાં સત્તા પર છે , વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Published On - 9:26 am, Mon, 11 May 26

Follow Us