Breaking News : ઉનામાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં કાજલ હિંદુસ્તાનીના જામીન મંજુર

|

Apr 13, 2023 | 4:30 PM

ઉનાની સેશન્સ કોર્ટમાં આ ભડકાઉ ભાષણ અંગેનો કેસ ચાલી રહ્યો છે. જેમાં કાજલના જામીન મંજુર થયા છે. અગાઉ 11 એપ્રિલે થયેલી સુનાવણીમાં જામીન અરજીનો ચુકાદો અનામત રખાયો હતો.

Breaking News : ઉનામાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં કાજલ હિંદુસ્તાનીના જામીન મંજુર

Follow us on

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ભડકાઉ ભાષણ કેસમાં  કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી મંજુર થઇ છે. ઉનાની સેશન્સ કોર્ટમાં આ ભડકાઉ ભાષણ અંગેનો કેસ ચાલી રહ્યો છે. જેમાં કાજલના જામીન મંજુર થયા છે. અગાઉ 11 એપ્રિલે થયેલી સુનાવણીમાં જામીન અરજીનો ચુકાદો અનામત રખાયો હતો.

આ પણ વાંચો-Surat : મોબાઇલની લૂંટ માટે યુવકની હત્યા કરી દેનારા આરોપીઓ સકંજામાં, કુલ ત્રણ આરોપીની ધરપકડ

શું હતી સમગ્ર ઘટના ?

કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહ્વાન કર્યું હતું. જોકે કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કાજલના નિવેદન બાદ ઉનામાં એક સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને ઉના સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આ ઘટનાને પગલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

VHP દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરવા માગ

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથના ઉનામાં રામનવમી પર્વ  નિમિતે  ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી હતી. VHPએ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો છે. VHP દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરી ફરિયાદ રદ કરવાની માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો-Surat : મોબાઇલની લૂંટ માટે યુવકની હત્યા કરી દેનારા આરોપીઓ સકંજામાં, કુલ ત્રણ આરોપીની ધરપકડ

VHPની ફરિયાદ રદ કરવાની માગ

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં ધરપકડ થયા બાદ કાજલ હિન્દુસ્તાની હાલ જૂનાગઢ જેલમાં બંધ છે. હાલ વિશ્વ હિંદુ પરિષદ કાજલ હિંદુસ્તાનીના વ્હારે આવી છે. VHPએ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો છે.

કાજલ હિન્દુસ્તાની જુનાગઢ જેલમાં હતી બંધ

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉં ભાષણ આપવાના કેસમાં ધરપકડ થયા બાદ કાજલ હિન્દુસ્તાનીને  જૂનાગઢ જેલમાં બંધ રાખવામાં આવ્યા હતા. જે પછી વિશ્વ હિંદુ પરિષદ કાજલ હિંદુસ્તાનીના વ્હારે આવી હતી. VHPએ કાજલ હિન્દુસ્તાની પર થયેલી ફરિયાદ અંગે રોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 1:37 pm, Thu, 13 April 23

Next Article