Breaking News : બાબા બાગેશ્વરનો ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ, સીધા ખાનગી હોટેલ પહોંચશે, VIP ભક્તો સાથે કરશે મુલાકાત

|

May 27, 2023 | 3:40 PM

બાબા બાગેશ્વરના તમામ કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા થોડા મોડા ચાલી રહયા છે. જેના કારણે ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

Breaking News : બાબા બાગેશ્વરનો ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ, સીધા ખાનગી હોટેલ પહોંચશે, VIP ભક્તો સાથે કરશે મુલાકાત

Follow us on

Surat : બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ( Baba Bageshwar) ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ થયો છે. થોડી વારમાં તેઓ ખાનગી હોટલમાં વીઆઈપીઓ સાથે મુલાકાત કરશે. બાબા બાગેશ્વરના તમામ કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા થોડા મોડા ચાલી રહયા છે. જેના કારણે ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Jamnagar : બેદરકારીના કારણે અકસ્માત ન થાય તે માટે PGVCLની પહેલ, સેફ્ટી સાધનો વિના કામ કરનારા સામે થશે કાર્યવાહી

સુરતમાં(Surat) આજે ફરી ભરાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર. જેમાં આજે પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહે તેવી શકયતા છે. જેના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સુરતમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમની વાત કરીએ તો આજે તેઓ પ્રથમ ખાટુ શ્યામ મંદિરના દર્શન કરી  બાદમાં વીઆઈપી ભકતો સાથે મુલાકાત કરવાના હતા.જો કે તેમના નિર્ધારિત સમય કરતા કાર્યક્રમ મોડો થયો હોવાથી તેઓ ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવા નહીં જાય.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

બીજી તરફ સુરતના નીલગિરિ મેદાનમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં પ્રથમ દિવ્ય દરબાર યોજાયો હતો. બાબાના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. કલાકો પહેલાં જ તડકામાં ભાવિકો ઊમટ્યા હતા. કાર્યક્રમમાં સમાય નહીં એટલા લોકો ઉમટી પડ્યાં હતા.

દિવ્ય દરબારની શરૂઆતમાં બાબા બાગેશ્વરે સનાતનનો હુંકાર કર્યો હતો અને કહ્યું કે ભારતને જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. મારા બાગેશ્વર ધામના પાગલો એક વાત તમે તમારા જીવનમાં યાદ રાખજો કે જે દિવસે ગુજરાતના લોકો સંગઠિત થઈ જશે. તે દિવસે ભારત તો શું, પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. દિવ્ય દરબારમાં બાબાએ લોકોની અરજી સ્વીકારી પ્રશ્વો સાંભળ્યાં. બાબાએ કેટલાક લોકોને મંચ પર બોલાવીને સમસ્યાનું સમાધાન આપ્યું. તો ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ભાજપ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને આશિર્વાદ લીધી હતા. દિવ્ય દરબારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:22 pm, Sat, 27 May 23

Next Article