Breaking News : પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર

રાજકોટના ખોડલધામ ખાતે આયોજિત કન્વીનર મીટ 2026માં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ મહત્ત્વપૂર્ણ ઘોષણા કરી હતી. અનાર પટેલ હવે ખોડલધામ સંગઠનનું સમગ્ર કામકાજ સંભાળશે. આ નિમણૂકને રાજકીય રીતે પણ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

Breaking News : પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News Anar Patel daughter of gujarat ex cm anandiben patel appointed President of Khodaldham rajkot
| Updated on: Jan 21, 2026 | 11:13 AM

રાજકોટના ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ ઘોષણા કરી હતી, જેને પગલે હવે ખોડલધામ સંગઠનનું સમગ્ર કામકાજ અનાર પટેલ સંભાળશે. આ જાહેરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી ઉપસ્થિત રહેલા ખોડલધામના કન્વીનરોની હાજરીમાં કરવામાં આવી હતી.

અનાર પટેલની આ નિમણૂકને ખોડલધામમાં નરેશ પટેલ પછીના સૌથી મહત્ત્વના અને મોટા હોદ્દા તરીકે જોવામાં આવે છે. તેમને સમગ્ર ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ભૂમિકામાં અનાર પટેલ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત અને વિશ્વભરમાં જ્યાં પણ ખોડલધામના નિર્માણ થયા છે, તેની સંગઠનાત્મક કામગીરીની જવાબદારી સંભાળશે.

ખોડલધામ તેની શરૂઆતથી જ મજબૂત સંગઠન માટે જાણીતું છે. દરેક ગામ અને વિસ્તારમાં તેના કન્વીનરો હોય છે અને તેમનું આયોજનબદ્ધ રીતે સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગઠનની જવાબદારી હવે અનાર પટેલને સોંપાતા તેમની કાર્યક્ષમતા અને નેતૃત્વની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. અલગ-અલગ ઝોનના પ્રમુખોની નિમણૂક પણ કરવામાં આવી છે, પરંતુ સંગઠન આખા ખોડલધામના સંગઠનના પ્રમુખ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરતાં તેમને એક મોટી જવાબદારી આપવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

આ નિમણૂક પાછળ રાજકીય સંકેતો પણ જોવા મળી રહ્યા છે. ભલે ખોડલધામ રાજકારણથી પર હોવાનો દાવો કરતું હોય, ભૂતકાળમાં પણ તેના તાર ક્યાંક ને ક્યાંક રાજકારણ સાથે જોડાયેલા હોવાનું જોવા મળ્યું છે. લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થામાં અનાર પટેલને પ્રમુખ તરીકેનું પદ મળવું એ જરૂરથી રાજકીય ગરમાવો લાવશે. આગામી દિવસોમાં આ નિમણૂકની રાજકીય અસર જોવા મળે તો પણ નવાઈ નહીં, તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ નિમણૂકને ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

ખોડલધામ સંગઠન માટે વર્ષ 2026ની આ જાહેરાતને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે, કારણ કે આવનારા સમયમાં સંગઠનની કામગીરી અને આયોજનમાં મોટા ફેરફારો અને નવી પહેલ જોવા મળશે.
આ આર્ટીકલ માટે ઉપયોગી

Input credit : Mohit Bhatt

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:55 am, Wed, 21 January 26